ગુજરાત

gujarat

ETV Bharat / city

Yuvrajsinh Jadeja in Rajkot : 'આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવીશ', બીજું શું શું કહ્યું જાણો - ઊર્જા વિભાગની ભરતી

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ ( Yuvrajsinh Jadeja in Rajkot ) રાજકોટમાં સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે પરીક્ષાઓ રદ કરી મળતિયાને બચાવી લીધા છે. હવે Aam Aadmi Party માં સક્રિય થઈશ ઉપરાંત ઓક્ટોબરમાં યુવા સંમેલન (Yuva Sammelan in October )યોજાશે તેવું પણ જણાવ્યું છે.

Yuvrajsinh Jadeja in Rajkot : 'આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવીશ', બીજું શું શું કહ્યું જાણો
Yuvrajsinh Jadeja in Rajkot : 'આમ આદમી પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવીશ', બીજું શું શું કહ્યું જાણો

By

Published : Aug 6, 2022, 2:22 PM IST

રાજકોટઃરાજકોટ શહેરમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ( Yuvrajsinh Jadeja in Rajkot )સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષાઓ રદ કરી મળતિયાને બચાવી લીધા છે . પેપર લીક મામલે મહિનાઓ બાદ પણ કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથેે સબ ઓડિટરની નિમણુંકમાં કૌભાંડનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.

આગામી સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં આવશે

એક પણ સેન્ટર રદ ન કર્યુંઃ યુવરાજસિંહે ( Yuvrajsinh Jadeja in Rajkot )જણાવ્યું હતું કે બિન સચિવાલય ક્લાર્ક 17 નવેમ્બર 2019 માં ભરતીનું પેપર ફૂટ્યા બાદ પહેલાં તો જ્યારે આધાર પુરાવા આપ્યા ત્યારે સરકાર સ્વીકારવા જ તૈયાર ન હતી કે પેપર ફૂટ્યું છે. પરંતુ આંદોલન થયું અને SIT માં સાબિત થયું એટલે સરકારે સ્વીકાર્યું કે હા પેપર ફૂટયું છે. 40 સ્કૂલનું લિસ્ટ આપેલ જેમાં મોટાભાગના સેન્ટર ઉપર ગેરરીતિ સાબિત થઈ તેમ છતાં એક પણ સેન્ટર રદ ન કર્યું.

ગદાર લોકોને પાછલા દરવાજેથી બચાવી લેવામાં આવ્યાઃ યુવરાજસિંહ જાડેજાએ ( Yuvrajsinh Jadeja in Rajkot ) કહ્યું હતું કે તે સમયના તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ (Former Home Minister Pradeep Singh Jadeja) કહ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક સજા કરીશું. પરંતુ સજાની વાત તો દૂર પેપર ફોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવવામાં જે મુખ્ય આરોપી હતો તેને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યા છે અને માત્ર પરીક્ષાઓ રદ કરી મળતિયા આશ્રિતો ઉપરાંત વગદાર લોકોને પાછલા દરવાજેથી બચાવી લેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ GSSSB Head Clerk Paper Leak 2021: પોલીસે 6 આરોપીની અટક કરી, હજુ 4ની તપાસ જારી

વર્તમાન રાજકારણમાં ભૂમિકા ભજવીશેઃઊર્જા વિભાગની ભરતીમાં (Recruitment of Department of Energy) પણ કૌભાંડનો ઓળખાણવાદ ઉજાગર કરવામાં આવ્યો હતો જેમાં ફક્ત તેના MD ને જ દૂર કરવામાં આવ્યા છે. જે લોકો ગેરરીતિથી નોકરી પર લાગ્યા છે તેમના ઉપર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. વર્તમાનમાં પરિસ્થિતિ એવી થઈ ચૂકી છે કે લાગવગ, વગદાર, કૌભાંડીઓ અને કાર્યકર્તાને જ પ્રાધાન્ય મળી રહ્યું છે અને ખરેખર જે લાયક છે, હકદાર છે તેને મહેનતનું ફળ મળતું નથી. ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાને લીધે ગુજરાતનાં આશાવાદી યુવાનો અત્યારે દેશ અને દુનિયા છોડી રહ્યા છે. ત્યારે હવે આ મુદ્દા અને માંગણી લઈને તેમના દ્વારા ગુજરાતના ગામડે-ગામડે ફરવામાં આવશે તેમજ ગુજરાતની સામાન્ય જનતા સુધી વાસ્તવિકતા રજૂ કરીશું અને સાથે સાથે વર્તમાન રાજકારણમાં (Aam Aadmi Party ) ભૂમિકા ભજવીશું.

આ પણ વાંચોઃ બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષામાં 'સરકારનું સરેન્ડર', 17 નવેમ્બરે લેવાશે પરીક્ષા

કૌભાંડથી આ સિસ્ટમમાં આવ્યા છે તેમને દૂર કરવામાં આવેઃ પોતાની માંગ અંગે જણાવતા યુવરાજસિંહે ( Yuvrajsinh Jadeja in Rajkot )કહ્યું હતું કે અમારી પહેલી માંગણી એ જ રહશે કે પેપર ફોડનાર વિરૂદ્ધ રાજસ્થાન અને મધ્યપ્રદેશની માફક જ કડક કાયદો ઘડવામાં આવે અને જે લોકો કૌભાંડથી આ સિસ્ટમમાં આવ્યા છે તેમને દૂર કરવામાં આવે. આ માટે તેઓ તમામ મોરચે આવા કૌભાંડીઓ વિરૂદ્ધ લડાઈ લડશે જેમાં સામાંજિક અને ધાર્મિક આગેવાનોનું પણ સમર્થન માંગવામાં આવશે.

ગાંધીનગર ખાતે “યુવા મહાસંમેલન” નું આયોજન ઃજો કોઈ એક્શન લેવામાં નહીં આવે અને જરૂર પડી તો આવનાર ઓક્ટોબર મહિનામાં યુવાનો ભાવિ સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ ગાંધીનગર ખાતે “યુવા મહાસંમેલન” નું આયોજન (Yuva Sammelan in October ) કરીશું તેવું પણ યુવરાજસિંહે જણાવ્યું હતું. ગુજરાતમાંથી લાખો પીડિત યુવાનો આ આંદોલનમાં હાજરી આપશે અને શા માટે પેપર ખાનગી પ્રેસમાં જે લોકોનો ભૂતકાળ ખરડાયેલ છે તેવા જ પ્રેસને પેપર પ્રિન્ટીંગની કામગીરી સોંપવામાં આવે છે તે સહિતનાં અનેક સવાલો પણ આ તકે ઉઠાવવામાં આવશે તેવું યુવરાજસિંહ જાડેજાએ ( Yuvrajsinh Jadeja in Rajkot )જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details