રાજકોટ: ધોરાજી તાલુકાના રસુલપરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
ધોરાજીના રસુલપરામાં યુવાનની હત્યા કરી આરોપીઓ ફરાર - ગુજરાતપોલીસ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના રસુલપરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા છે. જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
etv bharat
ઘટનાની મળતી માહિતી મુજબ ધોરાજીના રસુલપરામાં ફઝલ અલ્લારખા સંધી નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા પાછળનુંમ કારણ જૂની અદાવત હોવાનું જણાવવામાં આવ્યું છે. યુવક પર બોથડ પદાર્થ વડે હુમલો કરી આરોપીઓ ફરાર થઈ ગયા છે.
પોલીસે હત્યાના આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર ઘટનાની માહિતી મળતા ASP સાગર બાગમાર, ધોરાજી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Jun 23, 2020, 3:40 PM IST