ગુજરાત

gujarat

By

Published : May 23, 2021, 8:12 PM IST

ETV Bharat / city

કોરોનાની સારવાર લઈ રહેલા યુવાને ફેસબુક લાઈવ કર્યું, ગણતરીના કલાકોમાં મોત

અમદાવાદની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ગોંડલના યુવાને ફેસબુક પર લાઈવ આવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આ યુવાન બાઈપેપ પર 17 દિવસથી સારવાર મેળવી રહ્યો હતો.

કોરોનાની સારવાર લઈ રહેલા યુવાને ફેસબુક લાઈવ કર્યું, ગણતરીના કલાકોમાં મોત
કોરોનાની સારવાર લઈ રહેલા યુવાને ફેસબુક લાઈવ કર્યું, ગણતરીના કલાકોમાં મોત

  • ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • અમદાવાદમાં કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન
  • મૂળ ગોંડલના અને થોડા સમયથી અમદાવાદ થયા હતા સ્થાયી

રાજકોટ: મૂળ ગોંડલના આશાસ્પદ યુવાનનું અમદાવાદમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થતા મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. યુવાન અંતિમ સમયના થોડા કલાકો અગાઉ જ ફેસબુક પર લાઈવ આવ્યો હતો. જેમાં તેણે બધાને અલવિદા કહ્યું હતું.

કોરોનાની સારવાર લઈ રહેલા યુવાને ફેસબુક લાઈવ કર્યું, ગણતરીના કલાકોમાં મોત

ખાનગી હોસ્પિટલમાં બાઈપેપ દ્વારા લઈ રહ્યા હતા સારવાર

મૂળ ગોંડલના મહાદેવ વાડી વિસ્તારમાં રહેતા અને બસ સ્ટેન્ડ પાસે દિપાલી રેસ્ટોરન્ટ ધરાવતા દીપકભાઈ કાનજીભાઈ વિરડીયા (ઉં.વ. 40) થોડા સમયથી અમદાવાદ સ્થાયી થયા હતા અને કોરોનાની ઝપેટમાં આવી જતા ખાનગી હોસ્પિટલમાં બાઈપેપ દ્વારા સારવાર લઈ રહ્યા હતા. બહોળો મિત્ર વર્ગ ધરાવતા દીપકભાઈ ગોંડલ અને મિત્રોને યાદ કરી રહ્યા હોય અને જાણે અગમચેતી રૂપે અંતિમ સમય ભાળી ગયા હોય તેમ ફેસબુક લાઈવ થઈને મિત્રોને અલવિદા કહ્યું હતું. જેના ગણતરીના કલાકોમાં જ તેમણે અનંતની વાટ પકડી લેતા તેમની પાછળ પત્ની અને પુત્ર નોંધાર થઈ જવા પામ્યા છે.

બે દિવસ પહેલા જ ગોંડલના મિત્ર સાથે કરી હતી વાતચીત

દીપકભાઈએ 2 દિવસ પહેલા જ ગોંડલમાં રહેતા અને કપડાં અને કિરાણાનો મોલ ધરાવતા જૂના મિત્ર તુષારભાઈ વેકરિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, ગોંડલ અને મિત્રોની બહુ યાદ આવે છે. વળતા જવાબમાં તુષારભાઈએ કહ્યું હતું કે, રવિવારે આવીને તેડી જઈશ ચિંતા ન કરતા. જોકે, રવિવાર આવે તે પહેલા જ દીપકભાઈએ અનંતની વાટ પકડી લેતા મિત્રોમાં ઘેરો આઘાત પ્રસરી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details