રાજકોટઃ રાજકોટના રૈયા સર્કલ નજીક આવેલા ન્યારા પેટ્રોલ પંપ (Rajkot Nyara petrol pump ) પર ગઈકાલે રાત્રે એક યુવક દ્વારા આત્મહત્યાનો પ્રયાસ (Rajkot youth attempted suicide) કરવામાં આવ્યો હતો. જો કે, પેટ્રોલ પંપના સંચાલકો અને કર્મચારીઓએની સમયસૂચકતાને કારણે આ યુવાનનો જીવ જતા બચી ગયો હતો. જ્યારે કર્મચારીઓએ યુવાનને પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (Rajkot suicide cctv)વીડિયો પણ સામે આવ્યા છે.
પેટ્રોલ પંપ ખાતે સળગી જવાનો પ્રયાસ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મયુર ભીખાભાઈ સોંદરવા નામનો યુવક ગઇકાલે મોડી રાત્રે ન્યારા પેટ્રોલ પંપ ખાતે ગયો હતો. પેટ્રોલ પંપ ખાતે જઈને આ યુવકે જ્વલનશીલ પદાર્થ પોતાની માથે નાખવા માંડ્યો હતો અને દિવાસળી સળગાવે તે પહેલા જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ આ યુવાનને પકડી પાડયો હતો. ત્યારે યુવક આત્મહત્યા કરે તે પહેલાં જ તેને અટકાવ્યો હતો. ત્યારબાદ પેટ્રોલ પંપના કર્મચારીઓએ યુવાનને પોલીસના હવાલે કર્યો હતો. જો કે, યુવાનના આત્મહત્યાના પ્રયાસને પગલે થોડા સમય માટે પેટ્રોલ પંપ ખાતે દોડાદોડીનો માહોલ પણ સર્જાયો હતો અને એક ભયજનક વાતાવરણ ઊભું થઈ ગયું હતું.