ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ મેસેજ કરી પજવણી, યુવકની કરી ધરપકડ - રાજકોટ પોલીસ

રાજકોટમાં ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને જામ ખંભાળિયાનો તબલા વાદક ઈસમ સગાઈ તોડી નાખવા માટે મોબાઇલમાં બિભત્સ મેસેજ કરીને ધમકી આપતો હતો. જેને લઇને આ સિંગર યુવતીએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તબલાવાદક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ મેસેજ કરી પજવણી, યુવકની કરી ધરપકડ
રાજકોટમાં ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને બિભત્સ મેસેજ કરી પજવણી, યુવકની કરી ધરપકડ

By

Published : Aug 5, 2021, 4:23 PM IST

  • તબલા વાદકની સિંગર યુવતીને બીભત્સ મેસેજ મોકલીને પજવણી
  • રૈયાધાર વિસ્તારમાં રહેતી અને ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કરતી નોકરી
  • યુનિવર્સિટી પોલીસ દ્વારા એસ્ટ્રોસીટી સહિતની કલમ લગાવવામાં આવી

રાજકોટ: શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી અને ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે નોકરી કરતી યુવતીને જામ ખંભાળિયાનો તબલા વાદક ઈસમ સગાઈ તોડી નાખવા માટે મોબાઇલમાં બિભત્સ મેસેજ કરીને ધમકી આપતો હતો. જેને લઇને આ સિંગર યુવતીએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તબલાવાદક ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમ દ્વારા સિંગર યુવતી અને તેની માતાને ઘરે જઈને ધમકી પણ આપવામાં આવી હતી. જેને લઇને યુનિવર્સિટી પોલીસ દ્વારા એસ્ટ્રોસીટી સહિતની કલમ લગાવવામાં આવી છે.

તબલા વાદક પરણિત યુવાને સિંગરને મોકલ્યા બીભત્સ મેસેજ

આ અંગે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં રાજકોટના રૈયા વિસ્તારમાં રહેતી અને ઓરકેસ્ટ્રામાં સિંગર તરીકે કામ કરતી યુવતીને તેની સાથે જ કામ કરતાં જામખંભાળિયાના તબલા વાદક ઈકબાલ કાસમ ધુંઢીયા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ઇકબાલના લગ્ન થઈ જતાં આ યુવતીએ ઈકબાલ સાથેના સંબંધો તોડી કાઢ્યા હતા. પરંતુ ઇકબાલ દ્વારા પોતાની સાથે સંબંધો રાખવા માટે સિંગર યુવતીને બિભત્સ મેસેજ અને ધમકી ભર્યા મેસેજ મોકલવામાં આવતા હતા. જેને લઇને યુવતીએ પોતાની માતાને આ સમગ્ર ઘટના અંગેની વાત કરી હતી. જેને લઈને રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવમાં આવી હતી.

આ પણ વાંચો:નેશનલ ક્રિકેટ ઓપન ટુર્નામેન્ટમાં ડીસા તાલુકાની 14 વર્ષીય દીકરીની પસંદગી

સિંગર યુવતીની અમદાવાદ થઈ હતી સગાઈ

રાજકોટની સિંગર યુવતીની અમદાવાદ ખાતે તાજેતરમાં જ સગાઇ થઇ હતી. યુવતીની સગાઇ થયાની જાણ ઇકબાલને પણ જાણ થઈ હતી. જેને લઇને ઇકબાલે યુવતીના મંગેતરને પણ સગાઈ તોડી નાખવા માટે મોબાઈલમાં ધમકી ભર્યા મેસેજ કર્યા હતા. ત્યાર બાદ યુવતીને પણ આ પ્રકારના મેસેજ કરતા આ યુવતીએ પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. જેને લઇને ઈકબાલ તેના ઘરે ખાતે આવી પહોંચ્યો હતો. આ ઘટનાએ વિસ્તારમાં હંગામો મચાવ્યો હતો. સમગ્ર મામલે યુવતીના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details