ગુજરાત

gujarat

ETV Bharat / city

35 વર્ષથી વધુ વયના લોકોને BJP Youth Frontમાં ન રાખવાના નિયમથી રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યું રાજીનામું

રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે પોતાના સંગઠનમાં ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. હાલમાં જ ભાજપે નક્કી કર્યું છે કે, ભાજપ યુવા મોરચા (BJP Youth Front)માં 35 વર્ષથી વધુ વયના લોકોને સ્થાન નહીં આપવાનું. આ નિયમના કારણે રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું ધરી દીધું છે.

35 વર્ષથી વધુ વયના લોકોને BJP Youth Frontમાં ન રાખવાના નિયમથી રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યું રાજીનામું
35 વર્ષથી વધુ વયના લોકોને BJP Youth Frontમાં ન રાખવાના નિયમથી રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીએ આપ્યું રાજીનામું

By

Published : Jun 19, 2021, 3:56 PM IST

  • રાજકોટમાં યુવા ભાજપ પ્રમુખ અને મહામંત્રીનું રાજીનામું
  • ભાજપ યુવા મોરચા (BJP Youth Front)માં 35થી વધુ વયના લોકોને હવે સ્થાન નહીં
  • ભાજપે વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનમાં શરૂ કર્યા ફેરફેર

રાજકોટઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલ (BJP President C. R. Patil) દ્વારા યુવા ભાજપની ટીમ માટે વય મર્યાદાનો નિયમ બનાવવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં ભાજપના યુવા મોરચા (BJP Youth Front) પ્રમુખ તેમ જ મહામંત્રીએ રાજીનામું આપવું પડ્યું છે. 35 કે તેથી વધુ વયના લોકોને યુવા સંગઠન ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જો હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા પ્રદેશ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઈને રાજકોટ શહેર ભાજપમાં તાજેતરમાં નિમણૂક પામેલા બે હોદ્દેદારોને રાજીનામાં આપવા પડ્યા છે.

આ પણ વાંચો-BJP Youth Frontમાં હવે 35 વર્ષથી વધુ વયના લોકોનો પ્રવેશ નિષેધ


રાજીનામું પડતા સમર્થકોમાં રોષ

રાજકોટમાં લાંબા સમયથી યુવા ભાજપની ટીમમાં કામ કરતા પૃથ્વીરાજ વાળાને 29મેએ ભાજપના યુવા મોરચા (BJP Youth Front)ના તરીકે નિમણૂક આપવામાં આવી હતી, પરંતુ વય મર્યાદાના કારણે તેમને પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. જ્યારે મહામંત્રી હિરેન રાવલે પણ વય મર્યાદાના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમની પણ તાજેતરમાં જ નિમણૂક થઈ હતી. જ્યારે યુવા નેતાઓ દ્વારા રાજીનામું આપવામાં આવતા તેમના સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-રાજ્ય સરકારે રાજીનામું આપી સંપૂર્ણ સત્તા અધિકારીઓને સોપી દેવી જોઈએ: અમિત ચાવડા

પાર્ટીના આદેશ પ્રમાણે રાજીનામું આપ્યુંઃ શહેર પ્રમુખ

આ સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સૂચનાથી રાજીનામું આપ્યું છે. તેમનું કહેવું છે કે, ભાજપ યુવા ટીમમાં ખરેખરમાં યુવા નેતાઓ હોવા જોઈએ, જેને લઈને રાજકોટમાં જે 35 વર્ષથી વધુ વય ધરાવતા હોય તેવા નેતાઓની યુવા ટીમમાં નિમણૂક આપવામાં આવી હતી. આ અંગેની પ્રદેશમાંથી સૂચના મળી હતી, જેને લઈને બંને નેતાઓના રાજીનામા લેવામાં આવ્યા છે. જોકે, આ મામલે આ બંને નેતાઓએ પણ કોઈ વાળ વિવાદ કર્યો નથી અને પોતાના પદ પરથી રાજીનામા આપ્યા છે. હવે આગામી દિવસોમાં યુવા ભાજપ ટીમમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details