ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં સપ્તાહમાં ત્રણ દિવસ યાર્ડ બંધ રહેશે

કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લેતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં અઠવાડિયાના ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. યાર્ડમાં આવતા ખેડૂતો દ્વારા ગામડાઓ સુધી સંક્રમણ ન પહોંચે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ
રાજકોટ

By

Published : Apr 10, 2021, 2:45 PM IST

  • કોરોનાના વધતા સંક્રમણને પગલે બેડી યાર્ડમાં લેવાયો નિર્ણય
  • અઠવાડિયાના 4 દિવસ યાર્ડની કામગીરી ચાલુ રહેશે
  • શુક્ર, શનિ અને રવિવારના રોજ યાર્ડ બંધ રાખવામાં આવશે

રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ સપ્તાહમાં ત્રણ દિવસ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડ ખાતે આજે મળેલી બોર્ડ ઓફ ડિરેકટરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સોમથી શુક્ર સુધી યાર્ડ શરૂ રહેશે. જ્યારે શુક્ર- શનિ-રવિ એમ ત્રણ દિવસ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ સપ્તાહમાં ચાર દિવસ યાર્ડનું કામ શરૂ રહેશે, જ્યારે ત્રણ દિવસ યાર્ડનું કામકાજ બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો:વાવાઝોડાને પગલે ત્રણ દિવસ મોરબી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

સ્વૈચ્છિક બંધમાં બેડી યાર્ડ પણ જોડાયું

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજ્યના CM તેમજ DyCM રાજકોટની મુલાકાતે આવ્યા હતા. CM રૂપાણી દ્વારા રાજકોટના વિવિધ વેપારી સંગઠનોને સ્વૈચ્છિક લોકડાઉન રાખવા માટેની અપીલ કરી હતી. ત્યારે આ સ્વૈચ્છિક લોકડાઉનમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ વેપારી એસોસિએશન જોડાઇ રહ્યા છે. જેને હવે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ પણ આ સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડાયું છે અને સપ્તાહના ત્રણ દિવસ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરી છે. જેને લઈને યાર્ડમાં પણ કોરોના સંક્રમણ રોકી શકાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ યાર્ડમાં મોટેભાગે જિલ્લાઓના ખેડૂતો આવતા હોય છે જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણની ચેન રોકી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:રાજકોટ માર્કેટિંગ યાર્ડ છ દિવસ સુધી રહેશે બંધ, ખેડૂતોને માલ નહી લાવવાની અપીલ

ABOUT THE AUTHOR

...view details