ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના મહેમાન બનેલા ખલીએ કેટલી પાણીપુરી ખાધી? - રાજકોટના મહેમાન બનેલા ખલીએ કેટલી પાણીપુરી ખાધી?

WWEના પૂર્વ રેસલર ધ ગ્રેટ ખલી રવિવારે રાજકોટના મહેમાન બન્યા હતા. ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા ખલીએ રાજકોટમાં 10 પ્લેટ પાણીપુરી અને 5 પ્લેટ સેવપુરીની મજા માણી હતી. આ ઉપરાંત તેઓ ઓપન જીપમાં ફરતા પણ જોવા મળ્યા હતા.

રાજકોટના મહેમાન બનેલા ખલીએ કેટલી પાણીપુરી ખાધી?
રાજકોટના મહેમાન બનેલા ખલીએ કેટલી પાણીપુરી ખાધી?

By

Published : Sep 21, 2021, 6:41 PM IST

  • ધ ગ્રેટ ખલી બન્યા રાજકોટના મહેમાન
  • ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા
  • ખલીએ પાણીપુરી અને સેવપુરીની મજા માણી

રાજકોટ: WWEના પૂર્વ રેસલર ‘ધ ગ્રેટ ખલી’ ઉર્ફે દલીપ સિંઘ રાણા રવિવારે રાજકોટના એક ખાનગી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. રાજકોટમાં ખલીએ પાણીપુરીની મજા માણી હતી અને ખુલ્લી જીપમાં ફરતા જોવા મળ્યા હતા. ખલી રાજકોટમાં આવ્યા હોવાની વાત સામે આવતા તેમને જોવા માટે ચાહકોના ટોળેટોળાં જોવા મળ્યા હતા. જ્યારે ખલીએ રાજકોટમાં પાણીપુરી અને સેવપુરીની મજા માણી હોવાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં જોવા મળી રહ્યો છે. જ્યારે ખલી રાજકોટના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમદાવાદ જવા માટે રવાના થયા હતા.

રાજકોટના મહેમાન બનેલા ખલીએ કેટલી પાણીપુરી ખાધી?

રાજકોટમાં ખલીએ માણી પાણીપુરીની મજા

ધ ગ્રેટ ખલીએ રવિવારે રંગીલા રાજકોટ શહેરની મુલાકાત લીધી હતી. તેઓ રાજકોટમાં ખાનગી કંપનીના જીમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે આવ્યા હતા. જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ખલીએ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી એક દુકાનમાં પાણીપુરી અને સેવપુરીની મજા પણ માણી હતી. તેમણે 10 પ્લેટ પાણીપૂરી, 5 પ્લેટ સેવ-દહીંપૂરી ખાધી હતી. જ્યારે ખલીને જોવા માટે તેમના ચાહકો મોટી સંખ્યામાં અહીં એકઠા થયેલા જોવા મળ્યા હતા.

લોકોને કસરત કરવા માટેની કરી હતી અપીલ

રાજકોટમાં ખાનગી જીમના ઉદ્ઘાટન દરમિયાન ખલીએ રાજકોટવાસીઓને દરરોજ કસરત કરવા માટેની અપીલ કરી હતી. જે લોકો દરરોજ કસરત કરે છે તેમને કોરોના પણ નથી થતો તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ સારી રીતે જળવાઈ રહે છે. જ્યારે ખલીને જોવા માટે મોટાપ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

ABOUT THE AUTHOR

...view details