ગુજરાત

gujarat

ETV Bharat / city

કાર્યવાહી કરો અથવા ઇચ્છામુત્યુ આપો: રાજકોટમાં 32 કરોડ છેતરપીંડી મામલે ગૃહપ્રધાનને લેખિત ફરિયાદ - 32 crore fraud case proceedings

રાજકોટમાં વધુ એક આક્ષેપ પોલીસ વિરુદ્ધ કરવામાં આવતા હાહાકાર મચી (Rajkot Extortion Money Case) જવા પામ્યો છે, જેમાં પાંભર પરિવાર સાથે રૂ.32 કરોડના થયેલ કૌભાંડ મામલે કંચનબેન પાંભર દ્વારા ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સહિતના દિગ્ગજોને લેખિત ફરિયાદ (Written complaint to Home Minister) કરી ઇચ્છામુત્યુની માંગ કરાઈ છે.

કાર્યવાહી કરો અથવા ઇચ્છામુત્યુ આપો: રાજકોટમાં 32 કરોડના છેતરપીંડી મામલે ગૃહપ્રધાનને લેખિત ફરિયાદ
કાર્યવાહી કરો અથવા ઇચ્છામુત્યુ આપો: રાજકોટમાં 32 કરોડના છેતરપીંડી મામલે ગૃહપ્રધાનને લેખિત ફરિયાદ

By

Published : Feb 8, 2022, 7:39 PM IST

રાજકોટ:રાજકોટમાં ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા કરવામાં આવેલ લેટર બૉમ્બ બાદ (Rajkot Extortion Money Case) રાજકોટ પોલીસ એક બાદ એક વિવાદમાં આવી રહી છે, જેમાં રાજકોટના પાંભર પરિવાર પાસેથી રૂ.32 કરોડની પ્રોપર્ટી અને રોકડ પોલીસ સાથે મળીને મનસુખ વસોયા, ભાજપ શહેર પૂર્વ પ્રમુખ ભીખા વસોયા અને તેમના પુત્ર જયદીપ દ્વારા પડાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ (Allegations Against Police) કરાયો છે, જેમાં આ મામલે ગૃહપ્રધાનને પત્ર લખીને ઇચ્છામુત્યુની માંગ (Demand for euthanasia) પણ કરાઈ છે.

કાર્યવાહી કરો અથવા ઇચ્છામુત્યુ આપો: રાજકોટમાં 32 કરોડના છેતરપીંડી મામલે ગૃહપ્રધાનને લેખિત ફરિયાદ

આ પણ વાંચો:Rajkot CP Extortion Money Case: રાજકોટ પોલીસ કમિશનર મુદ્દે ગાજ્યા મેઘ વરસ્યા નહી, ગોવિંદ પટેલે છાનીછપની બેઠક કરી

ACP, PI સહિતના પોલીસ કર્મીઓ પર કરાયો આક્ષેપ

સમગ્ર મામલે પાંભર પરિવારના કંચનબેન દ્વારા જનવામાં આવ્યું હતું કે, ભીખા વસોયા, તેમના પુત્ર જયદીપ, મનસુખ વસોયા દ્વારા અમારા 4 જેટલા ફ્લેટ, ખેતરની જમીન સહિતની અંદાજીત રૂ.32 કરોડની પ્રોપર્ટી ACP દિયોરા, પીઆઇ જે વી ધોળા સહિતના પોલીસ કર્મીઓ સાથે મળીને અમારી પાસેથી લખાવી લેવામાં આવ્યા છે. તેમજ અમારા પુત્રોને અલગ અલગ ખોટા કેસમાં સંડોવામા આવ્યા છે, જેના કારણે અમારો આખો પરિવાર છેલ્લા 2 વર્ષથી વિખાઈ ગયો છે.

આ પણ વાંચો:Rajkot CP Extortion Money Case: ધારાસભ્ય ગોવિંદ પટેલ મનોજ અગ્રવાલ સામે લખેલા પત્ર અંગે સરકારને કરશે રજૂઆત

ઇચ્છામુત્યુની કરવામાં આવી માંગ

કંચનબેન પાંભર દ્વારા આ સમગ્ર મામલે ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સહિતના દિગ્ગજોને લેખિત ફરિયાદ (Written complaint to Home Minister) કરવામાં આવી છે, તેમ છતાં પણ અમારી સાથે થયેલા રૂ.32 કરોડના છેતરપીંડી કેસ મામલે કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસ દ્વારા વારંવાર અમને અને અમારા પરિવારને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે મેં આ ઇચ્છામુત્યુની માંગ કરી છે. રાજ્ય સરકાર અમને ન્યાય અપાવે અથવા અમને મરી જવા માટે પરવાનગી આપે. રાજકોટમાં વધુ એક આક્ષેપ પોલીસ વિરુદ્ધ કરવામાં આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

ABOUT THE AUTHOR

...view details