- રાજકોટમાં વિશ્વ સાઈકલ દિવસની ઉજવણી
- જિલ્લા પંચાયત પ્રમુખ ઓફિસ સાઈકલ લઈને આવ્યા
- અઠવાડિયામાં એકવાર સાઈકલ ચલાવી જોઈએ
રાજકોટ: આજે વિશ્વ સાઈકલ દિવસ છે. સૌ કોઈ આજના દિવસને પોતપોતાની રીતે મનાવી રહ્યા છે. જેમાં આજે રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર જિલ્લા પંચાયત ખાતે પોતાના નિવાસ સ્થાનથી સાયકલ ચાલવીને આવ્યા હતાં. આજે વિશ્વ સાયકલ દિવસ હોવાથી પ્રમુખ ભૂપત બોદરે સાઈકલ સાથે આવીને સાયકલ ચલાવાથી થતા ફાયદાઓ અને સાયકલની સ્વાસ્થ પર અસર અંગેની માહિતી આપી હતી. તેમજ લોકોને પણ અઠવાડિયામાં એક વખત સાયકલનો ઉપયોગ જીવનમાં કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો : વિશ્વ સાઇકલ દિવસઃ અઠવાડિયામાં એક દિવસ, સાઇકલ ફરજિયાતની માગણી ઉઠી