ગુજરાત

gujarat

ETV Bharat / city

જાન્યુઆરી- 2023 સુધીમાં હીરાસર એરપોર્ટની ટર્મિનલ બિલ્ડીંગ સહીતની કામગીરી થશે પૂર્ણ - Rajkot Airport

રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલા આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સાઈટની કલેક્ટર અરુણ મહેશ બાબુએ મૂલાકાત લીધી હતી. આ મૂલાકાત દરમિયાન એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

હીરાસર એરપોર્ટ
હીરાસર એરપોર્ટ

By

Published : Aug 20, 2021, 12:01 PM IST

  • એરપોર્ટની કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપી
  • ટેક્સી લિંક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે
  • ટર્મિનલ સિવાયની તમામ કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે

રાજકોટ: કલેક્ટર અરુણ મહેશ બાબુએ રાજકોટના હિરાસર ખાતે નિર્માણ પામી રહેલી આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની સાઈટની વિઝીટ કરી હતી તેમજ આ મામલે સમીક્ષા બેઠક કરી એરપોર્ટ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

રાજકોટ હીરાસર એરપોર્ટ

આ પણ વાંચો- રાજકોટ હૈદરાબાદની પ્રથમ ફ્લાઈટનું રાજકોટમાં આગમન, બેંગ્લૂરુથી પણ શરુ થશે ફલાઈટ

કલેક્ટરે વિવિધ કામગીરી પૂર્ણ કરવાની અધિકારીઓને સૂચના આપી હતી

કલેક્ટરે બાઉન્ડરી વોલની અંદર જુના હિરાસર, લીમાકોટાડી અને ડોસલીધુના ગામોના બાકી રહેતા પ્રશ્નોનું ગ્રામજનોના સાથ સહકાર સ્થળાંતર પૂર્ણ કરવા મામલતદાર અને પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી. આ સાથે ઇન્ટર્નલ રોડ ડાયવર્ઝન, ઇલેક્ટ્રિસિટી વાયરીંગ શિફ્ટિંગ, વિન્ડ મિલ શિફ્ટિંગ સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

એરપોર્ટ નિર્માણ કામગીરીની સમીક્ષા કરી

કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહીત વિવિધ વિભાગના અધિકારીઓએ રનવે, ચેક ડેમ સહિતની વિવિધ સાઈટની મુલાકાત લીધી હતી. આ તકે એરપોર્ટ ઓથોરિટીના જનરલ મેનેજર લોકનાથ પાધે અને ડેપ્યુટી જનરલ મેનેજર અમિતાભ ચક્રવર્તીએ ચાલી રહેલા કામની માહિતી પુરી પાડી હતી.

રાજકોટ હીરાસર એરપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુર્હત થયેલું એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખાતમુર્હત થયેલું એરપોર્ટ 1030 હેક્ટરમાં ફેલાયેલું છે. અહીં રનવેની કામગીરી 50 ટકા, બાઉન્ડ્રી વોલની કામગીરી 60 ટકા, જમીન સમથળ કરવાની કામગીરીની 55 ટકા, પાર્કિંગ ટેક્સી ટ્રેક કામગીરી 95 ટકા, ટેક્સી લિંક કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ચૂકી છે.

રાજકોટ હીરાસર એરપોર્ટ

આ પણ વાંચો- રાજકોટ એરપોર્ટ પર કોરોના વેક્સિનનું આગમન

ટર્મિનલ બિલ્ડીંગની કામગીરી જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે

ટર્મિનલ સિવાયની તમામ કામગીરી ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થઈ જશે. જયારે ટર્મિનલ બિલ્ડીંગની કામગીરી જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. 11.5 કિ.મી. ઓપરેશનલ એરિયા તેમજ 14.5 કિ.મી. નોન ઓપરેશનલ એરિયામાં બાઉન્ડરી લાઈન પર સિક્યોરિટી ટાવર ઉભા કરાશે તેમ એરપોર્ટ અધિકારીએ જણાવ્યું છે. આ તકે એરપોર્ટ કામગીરીમાં જોડાયેલા અને વહીવટી તંત્રના મોટાભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details