- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બહુચર્ચિત માટી કૌભાંડ
- કામના કોન્ટ્રાક્ટર અને કર્મચારી દોષિત
- જતીન સોનીને ક્લીનચિટ આપવામાં આવી
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યારે માટી કૌભાંડ ( Saurashtra University clay scam) સામે આવ્યું ત્યારે તેના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીને માનવામાં આવતા હતાં. આ મામલે તેમનું નામ સામે આવતા તેઓએ પોતાના કાર્યકારી રજિસ્ટ્રાર પદ પરથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. જ્યારે તેમની સામે તપાસ ચાલી રહી હતી. એવામાં તેમને રાજીનામુ આપતા તે ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે તપાસ કમિટી દ્વારા માટી કૌભાંડ મામલે પૂર્વ રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીનચીટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી કૌભાંડમાં દોષિત વર્ક કોન્ટ્રાક્ટર અને કર્મચારી આ પણ વાંચો: યુનિવર્સિટી માટી કૌભાંડ અંગે રજિસ્ટ્રારએ કહ્યું, 'મારુ કામ માટીના ફેરા ગણવાનું નથી'
ભાજપ પ્રેરિત સિન્ડિકેટમાં જતીન સોનીનો બચાવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ પ્રેરિત સિન્ડિકેટ સભ્યોએ જતીન સોનીને આ કામમાં બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સિન્ડિકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતુ. હરદેવસિંહ દ્વારા આ મામલે પોતાનો અલગથી રિપોર્ટ સિન્ડિકેટ બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ રીતે જતીન સોનીને મુખ્ય જવાબદાર તરીકે દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમજ તેઓ દ્વારા જતીન સોની વિરુદ્ધ પણ કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત માટી કૌભાંડમાં દોષિત વર્ક કોન્ટ્રાક્ટર અને કર્મચારી આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 7.50 લાખનું ખોટું બિલ મૂકી કૌભાંડ આચાર્યુ
કોન્ટ્રાક્ટ કૌભાંડ મામલે કસૂરવાર: સિન્ડિકેટ સભ્ય
સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય એવા ડો. ભાવિન કોઠારીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિન્ડિકેટ બેઠકમાં કૌભાંડ મામલે બે રિપોર્ટ આવ્યા હતા. જેમાં એક તપાસ સમીતિનો રિપોર્ટ અને બીજો રિપોર્ટ હરદેવસિંહ જાડેજાએ આપ્યો હતો. આ બન્ને રિપોર્ટની ચર્ચા બાદ અમે આ મામલે કામના કોન્ટ્રાક્ટરને દોષિત ઠેરવીએ છીએ. જેને ઓવર બીલિંગ કર્યું છે. આ કોન્ટ્રાક્ટરની કંપનીને બ્લેક લિસ્ટ કરવાના છીએ. તેમજ તેને રૂપિયા 1 લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે.