રાજકોટઃ એક તરફ સરકાર હર ઘર જળ પહોંચાડવાની વાત કરે છે, પરંતુ રાજકોટમાં તો આનું કંઈક ઊંધું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ધોરાજી શહેરના વોર્ડ નંબર 9માં પાણીની સમસ્યાના કારણે મહિલાઓ રણચંડી બની છે. અહીં પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ (Women protest in Dhoraji) કર્યો હતો. સાથે જ મહિલાઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી પાણીની માગ કરી હતી.
2 વર્ષથી પાણીની સમસ્યા - ધોરાજી શહેરમાં આવેલા વોર્ડ નંબર 9માં છેલ્લા 2 વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. આ બાબતે સ્થાનિક મહિલાઓ પીવાના પાણીની માગ અને રજૂઆત કરવા ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી. અહીં સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને પીવાના પાણીની માગ (Dhoraji Women demands for drinking water) સાથે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી હતી.
મહિલાઓની ધીરજ ખૂટી - સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પીવાના પાણીની સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે. ત્યારે આ સમસ્યા બાબતે રજૂઆત છતા કોઈ નિવેડો આવ્યો નથી. એટલે મહિલાઓની ધીરજ ખૂટી પડી હતી. એટલે મહિલાઓ પોતાની વિવિધ માગ (Dhoraji Women demands for drinking water) અને રજૂઆત સાથે નગરપાલિકા કચેરી પહોંચી હતી. અહીં મહિલાઓએ 'પાણી આપો-પાણી આપો' તથા 'નગરપાલિકા તંત્ર હાય-હાય'ના નારાઓ લગાડીને રોષ (Women protest in Dhoraji) વ્યક્ત કર્યો હતો અને ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસરને પોતાની માંગ અને લેખિત રજૂઆત (Submission to the Chief Officer of the Municipality) કરી હતી.
આ પણ વાંચો-આદરણીય મોટાભાઈ મોદીઃ પાણીની પરેશાની દૂર કરવા મહિલાઓએ PMને પોસ્ટકાર્ડ લખ્યા