ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ, 8ની અટકાયત - Rajkot Corporation

સમગ્ર રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. તેમ છતાં રાજકોટમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેશનમાં નવા ભળેલા કોઠારીયા અને વાવડી વિસ્તારમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ત્યારે બુધવારે કોઠારીયા વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી ન મળતા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Women protest
રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ

By

Published : Sep 3, 2020, 8:16 AM IST

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. તેમ છતાં શહેરમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ કોર્પોરેશનમાં નવા ભળેલા કોઠારીયા અને વાવડી વિસ્તારમાં હજુ પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. ત્યારે બુધવારે કોઠારીયા વિસ્તારની મહિલાઓ દ્વારા પાણી ન મળતા માટલા ફોડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મહિલાનો આરોપ છે કે, તેમને છેલ્લા કેટલાય સમયથી વિસ્તારમાં પીવાનું પાણી પણ નથી મળી રહ્યું, જેને લઇને તેઓએ વિરોધ કર્યો છે. સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને 8 મહિલાઓની અટકાયત કરી હતી.

રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓનો વિરોધ

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે અને આસપાસના વિસ્તારમાં નાના ચેકડેમ તેમજ તળાવ પણ ઓવરફલો થયા છે, તેમ છતાં શહેરમાં હજુ પણ પીવાનું પાણી નહી મળી રહ્યાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details