ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના વૉર્ડ નંબર 11 માં મહિલાઓએ પાણી મુદ્દે કરી રજૂઆત - પાણી મુદ્દે રજૂઆત

રાજકોટમાં ઉનાળો અવતાની સાથે જ સૌથી મોટી સમસ્યા પાણીની જોવા મળે છે ત્યારે આ વર્ષે હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી તે અગાઉ જ રાજકોટમાં પાણી મુદ્દે ઘમાસાણ મચ્યું છે. શહેરના વોર્ડ નંબર-11માં આવેલી રાજદીપ સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં પાણી મુદ્દે રજુઆત માટે મનપા કચેરી ખાતે દોડી આવી હતી. તેમજ તેઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા છે. વારંવાર રજૂઆત કરી છતાં પણ હજુ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેને લઈને ફરી એકવખત તેઓ રજૂઆત માટે આવ્યાં હતા.

http://10.10.50.85//gujarat/26-February-2021/gj-rjt-04-water-protest-avb-7202740_26022021145007_2602f_1614331207_180.jpg
http://10.10.50.85//gujarat/26-February-2021/gj-rjt-04-water-protest-avb-7202740_26022021145007_2602f_1614331207_180.jpg

By

Published : Feb 28, 2021, 6:36 PM IST

  • વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા
  • રાજકોટના વોર્ડ નંબર 11માં આવેલી રાજદીપ સોસાયટીમાં પાણીની સમસ્યા
  • સ્થાનિકો દ્વારા વારંવાર કરવામા રજૂઆતો કરવામાં આવી

રાજકોટઃ મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે મોટી સંખ્યામાં મહિલાઓનું ટોળું આવી ચડ્યું હતું. આ મહિલાઓની રજૂઆત હતી કે તેમને વિસ્તારમાં પાણી આપવામાં આવે. હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી, ત્યારે શહેરના વોર્ડ નંબર-11માં આવેલી રાજદીપ સોસાયટીમાં પાણી અંગેની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. જ્યારે આ અંગે વારંવાર સોસાયટીના રહીશો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ પણ કોઈ નિકાલ થયો નથી. આ સાથે જ મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ઓફિસમાંથી લાઈનનું કામ હજુ શરૂ છે તેવા જવાબો આપવામાં આવે છે.

વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાણીની સમસ્યા

ઉનાળામાં દર વર્ષે જોવા મળે છે પાણીની સમસ્યા

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં દર વર્ષે ઉનાળા દરમિયાન પાણીની આ પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સ્થાનિકો પાણી મામલે કચેરી ખાતે દોડી આવતા હોય છે અને રજૂઆત કરતા હોય છે. પરંતુ દર વખતે પાણીની સમસ્યાઓ જોવા મળે છે ત્યારે તાજેતરમાં રાજકોટ મનપાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. જેને લઈને હવે સ્થાનિકો કચેરી ખાતે રજૂઆત માટે દોડી આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details