રાજકોટઃ શહેરમાં ધાડપાડુ ગેંગનો આતંક વધતો (Terror of stealing gangs in Rajkot) જાય છે. તેવામાં આવી ગેંગ અને પોલીસ વચ્ચે (Clash between thieves and police) અથડામણ થતા ત્યારબાદ બંને વચ્ચે ફાયરિંગ થયું હતું. તેમાં SOGના PSI અને 2 આરોપી ઈજાગ્રસ્ત (Rajkot PSI injured) થયા હતા. SOGને બાતમી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે વખતે SOG અને ધાડપાડુ ગેંગ વચ્ચે ઝપાઝપી (Clash between thieves and police) થઈ હતી. ત્યારબાદ ચોરી કરવા આવેલી ગેંગે પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
ચોરી પહેલા પોલીસ પહોંચી - આ અંગે મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે 3 વાગ્યે અમીન માર્ગ નજીક ચિત્રકૂટ સોસાયટીમાં (Amin Marg Chitrakoot Society) ચડ્ડી બનિયાનધારી ગેંગ ધાડ પાડવાના ઈરાદે ત્રાટકી હતી. SOGને આ મામલે બાતમી મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ SOG અને ગેંગ (Terror of stealing gangs in Rajkot) વચ્ચે ઝપાઝપી થઈ (Clash between thieves and police) હતી. ત્યારબાદ ગેંગે પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગથી જવાબ આપ્યો હતો. તે જ દરમિયાન ઝપાઝપીમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તો ફાયરિંગમાં ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી વાગી હતી. જ્યારે એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો-દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ
અથડામણમાં પોલીસે 4 આરોપીને દબોચ્યા - આવી અથડામણ દરમિયાન પણ પોલીસે હિંમત દાખવી 4 આરોપીને દબોચી લીધા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે. જોકે, અન્ય 2 શખ્સો નાસી છૂટવામાં સફળ રહેતા તેને ઝડપી લેવા તપાસ કરવામાં આવી રહી છે.