ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના બેડી યાર્ડમાં આવતીકાલથી ઘઉંની હરરાજી શરૂ - બેડી યાર્ડમાં આવતીકાલથી ઘઉંની હરરાજી

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતીકાલથી ઘઉંની હરારાજી શરુ કરાશે. 50 ખેડૂતોને આવતીકાલે બોલવામાં આવ્યા છે. તેમજ આગામી બે દિવસ સુધી યાર્ડમાં માત્ર ઘઉંની જ ખરીદી કરવામાં આવશે.

રાજકોટ
રાજકોટ

By

Published : Apr 20, 2020, 9:48 PM IST

રાજકોટઃ શહેરના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સત્તાધીશોની બેઠક મળી હતી. જેમાં આવતીકાલથી ઘઉંની હરરાજી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન થયેલા અંદાજીત 2 હજાર ખેડૂતમાંથી 50 ખેડૂતોને આવતીકાલે બોલવામાં આવ્યા છે. તેમજ આગામી બે દિવસ સુધી યાર્ડમાં માત્ર ઘઉંની જ ખરીદી કરવામાં આવશે.

જો બધું વ્યવસ્થિત ચાલશે તો આગામી દિવસોમાં રાજકોટ યાર્ડ ખાતે ચણા અને જીરુની પણ ખરીદી કરવામાં આવશે. તેમજ કપાસની ખરીદીમાં પણ એક દિવસ ફાળવવામાં આવનાર છે.

આ સાથે જ બે દિવસ બાદ 50ના બદલે પછી દરરોજ 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે. બીજી તરફ યાર્ડ દ્વારા પણ ગેટ બહાર સેનેટાઇઝ મશીન મુકવામાં આવશે. તેમજ યાર્ડ ખાતે આવતા વાહનોમાં એક ખેડૂત સાથે એક દ્રાઈવરને એન્ટ્રી આપવામાં આવશે. તેમજ યાર્ડમાં 10 જેટલા વેપારીઓ અને 10 જેટલા કમિશનર એજન્ટ પણ રાખવામાં આવશે. આ અંગે આજે માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ યાર્ડના કમિશ્નર એજન્ટ અને વેપારીઓ સાથે મળીને એક બેઠક યોજી હતી. જેમાં આ તમામ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details