ગુજરાત

gujarat

ETV Bharat / city

Warning to Farmers of Rajkot: જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક યોગ્ય જગ્યાએ રાખવા સૂચના - રાજકોટ લેટેસ્ટ ન્યૂઝ

રાજ્યના હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી (forecasts for non-seasonal rainfall in Rajkot ) કરી છે, જેના કારણે રાજકોટ જિલ્લામાં ગઈકાલે પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ (Cloudy weather in Rajkot) જોવા મળ્યું હતું. તેવામાં ખેતીવાડી અધિકારીએ ખેતરના પાક અંગે ખેડૂતોને (Warning to Farmers of Rajkot) સૂચના આપી છે. જો રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ આવે તો જીરું અને ધાણાના પાકને નુકસાન થવાની ભીતિ (Fear of damage to cumin and coriander crops) અધિકારીએ વ્યક્ત કરી છે.

Warning to Farmers of Rajkot: જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક યોગ્ય જગ્યાએ રાખવા સૂચના
Warning to Farmers of Rajkot: જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક યોગ્ય જગ્યાએ રાખવા સૂચના

By

Published : Dec 2, 2021, 1:57 PM IST

  • રાજકોટ જિલ્લામાં મોટા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થયું
  • ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને પાક સાચવવા આપી સૂચના
  • હવામાન વિભાગની આગાહીના કારણે જિલ્લામાં રહ્યું વાદળછાયું વાતાવરણ

રાજકોટઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા 2 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં (forecasts for non-seasonal rainfall in Rajkot) આવી છે, જેને લઈને રાજકોટ જિલ્લામાં ગઈકાલથી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ (Cloudy weather in Rajkot) છે. જિલ્લાની વાત કરીએ તો, હાલ વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રવી પાકનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ખરીફ પાક તૈયાર થઈ ગયો હતો. તે હાલ ખેડૂતોના ઘરે પહોંચી ગયો છે એટલે તેના માટે કોઈ ચિંતાનો વિષય નથી. હાલ ખેતરમાં જે પાક ઉભો છે તેને લઈને ખેતીવાડી અધિકારી દ્વારા જિલ્લાઓના ખેડૂતોને સૂચના (Warning to Farmers of Rajkot) આપવામાં આવી છે.

ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને પાક સાચવવા આપી સૂચના

આ પણ વાંચો-Exclusive Interview: 'જ્યાં ખેતીના પાકને થયેલા નુકસાન અંગે રજૂઆતો આવી છે ત્યાં સર્વેની સૂચના અપાઈ ગઈ છે' : રાઘવજી પટેલ

જીરું અને ધાણાના પાકને નુકશાન જવાની ભીતિ

જિલ્લામાં હાલ મોટા પ્રમાણમાં રવિ પાકનું વાવેતર કરવાનું શરૂ છે. જ્યારે કેટલીક જગ્યાએ પાક વવાઈ ગયો છે. આ સાથે જ ખરીફ પાક જે અગાઉની સિઝનમાં ઉગાડવામાં આવ્યો હતો, જે હાલ ખેડૂતોના ઘરે પહોંચી ગયો છે. ત્યારે જો વધુ પ્રમાણમાં રાજકોટ જિલ્લામાં વરસાદ આવે તો જીરું અને ધાણાના પાકને નુકસાનજવાની ભીતિ ખેતીવાડી અધિકારીએ જાહેર કરી છે. જોકે, જે પ્રમાણે વરસાદ થશે તેના પર નુકસાનીનો આધાર રાખી શકાય છે. જ્યારે ભારે વરસાદની અગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા (Fear of damage to cumin and coriander crops) મળી રહી છે.

આ પણ વાંચો-સુરત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પાક નુકસાન મુદ્દે હોબાળો, વિપક્ષે ખેડૂતોના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા

ખેડૂતોને જરૂરી સૂચનાઓ અપાઈ

જિલ્લાના ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લામાં ભારે વરસાદની આગાહી (forecasts for non-seasonal rainfall in Rajkot) છે, પરંતુ હાલ રવિ પાક વાવવાની તૈયારીઓ શરૂ છે. જ્યારે અમે ભારે વરસાદને પગલે જિલ્લાના ખેડૂતોને ગ્રામસેવક મારફતે સૂચનાઓ (Warning to Farmers of Rajkot) આપી છે કે, તેમનો ખરીફ પાક જે વાડીમાં પડ્યો છે. તેને યોગ્ય જગ્યાએ રાખી દે. તેમ જ ઘાસચારો અથવા અન્ય કઈ પાક હોય તેને ઢાંકીને રાખીએ અને વરસાદ દરમિયાન જે પણ જરૂરી પગલાં લેવાય તે તમામ માહિતીઓ અમે આપતા હોઈએ છીએ. હવે ભારે વરસાદ આવ્યા બાદ જ નુકસાનીનો સરવે થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details