રાજકોટ: હાલમાં રશિયા અને યુક્રેન દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધને લઈને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે શાંતિલાલે વાતચીત કરી હોવાની ઓડિયો ક્લિપ (Viral Audio Clip Rajkot) સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં શાંતિલાલ અને તેમના મિત્ર નારણભાઈ વચ્ચે વાતચીત થાય છે. જેમાં તેઓએ પુતિનને આ યુદ્ધ (Russia Ukraine War 2022)ને રોકવા માટે ફેક્સ કર્યો હોવાની પણ વાત કરી હતી.
આ પણ વાંચો:Negligence of Rajkot PGVCL: ફ્લેટધારકને PGVCLએ રૂપિયા 10.41 લાખનું બિલ ફટકાર્યું
મિત્ર સાથે મળીને બનાવી ઓડિયો ક્લિપ
આ ઓડિયો ક્લિપ (Putin Viral Audio Clip) ખૂબ જ વાયરલ થઈ હતી. ત્યારે શાંતિલાલ હવે મીડિયા સમક્ષ આવ્યા હતા. આ મામલે શાંતિલાલ આગ્રાવતે મીડિયાને જણાવ્યું હતું કે, જ્યારેરશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ (Russia Ukraine Crisis) શરૂ થયું હતું અને આ યુદ્ધમાં 2 લોકોના મોતના સમાચાર મેં સાંભળ્યા હતા. ત્યારબાદ મને રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને ઓડિયો ક્લિપ બનાવવાનો વિચાર આવ્યો અને મેં મારા મિત્રને આ અંગેની વાત કરી અને પછી આ ઓડિયો ક્લિપ બનાવી હતી.
આ પણ વાંચો:Ukraine Russia invasion : કિવના શહેરી વિસ્તારોમાં રશિયન સેનાએ મચાવી તબાહી, ઘણા પરિવારો પામ્યા નાશ
પુતિનને યુદ્ધ રોકવા કર્યો હતો ફેક્સ: શાંતિલાલ
રમૂજ માટે બનાવી હતી ઓડિયો ક્લિપ. તેમણે જણાવ્યું કે, ઓડિયો ક્લિપમાં સાંભળનાર મારા મિત્ર નારણભાઇ ટીલાવત વાંકાનેરના ટોડા ગામના વતની છે. અમને ખબર નહોતી કે આ ઓડિયો ક્લિપ આટલી વાયરલ (Gujarati Viral Audio Clip) થશે. વધુમાં ઓડિયો ક્લિપમાં કઈ રીતે વાતચીત કરી રહ્યા છે તેને લઈને શાંતિલાલે જણાવ્યું હતું કે, 24 ફબ્રુઆરી 1956ના દિવસે મારો જન્મદિવસ છે. ત્યારે મેં રશિયાના પુતિનને ફેક્સ (Gujarati Man Called Putin) કર્યો કે, આજના દિવસ માટે યુદ્ધ અટકાવી દે. જો કે આ વાતને લઈને પુતિન ગુસ્સે ભરાયો હતો અને મને યુદ્ધ રોકવાની ના પાડી દીધી હતી. જ્યારે ઓડિયોમાં શાંતિલાલ જણાવે છે કે, પુતિન તેમના દૂરના સગા પણ થાય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને આ ઓડિયો ક્લિપ ખૂબ જ વાયરલ થઈ હતી.