ગુજરાત

gujarat

ETV Bharat / city

છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ : રસ્તા પર ટ્રાફિકજામ, લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા

કોરોના મહામારી કાબૂમાં આવવા લાગતા રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આ છૂટછાટોનો રાજકોટવાસીઓ દુરુપયોગ કરવામાં આવતો હોવાના કિસ્સા રાજકોટના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.

છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ
છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ

By

Published : Jun 9, 2021, 9:32 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા અપાયેલી છૂટછાટોનો દુરુપયોગ
  • રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે
  • ટ્રાઇક જામથી લઈને Social Distancing નો થઈ રહ્યો છે ભંગ



રાજકોટ : કોરોનાની બીજી લહેર ( Second wave of Corona ) ભારત માટે ખૂબ જ ઘાતકી સાબિત થઈ છે. એવામાં રાજકોટ સહિતના શહેરોમાં કોરોનાના કેસ વધતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital ) માં તેમજ ખાનગી હોસ્પિટલ્સ ( Private Hospitals ) માં બેડ ભરાઈ ગયા હતા અને લોકોને ઘરે સારવાર લેવા મજબૂર થવું પડ્યું હતું. જ્યારે હાલ કોરોનાની પરિસ્થિતિ કાબૂમાં આવી રહી છે. ત્યારે લોકો કાબૂ બહાર જઈ રહ્યા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી કેટલીક છૂટછાટોનો લોકો દુરુપયોગ કરતા હોવાની ઘટનાઓ રાજકોટના અલગ-અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે.

છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ

રસ્તાઓ પર ટ્રાફિક જામ થયા

રાજ્ય સરકાર દ્વારા સવારના 6થી 9 વાગ્યા સુધી છૂટછાટ આપી છે. ત્યારે મોટાભાગના લોકો બજારોમાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. રસ્તાઓમાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય એટલા વાહનો જોવા મળી રહ્યા છે. જ્યારે સિગ્નલ પર પણ મોટી સંખ્યામાં ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. રાજકોટના એસ્ટ્રોન ચોક નજીક પણ આવી જ ઘટના સામે આવી છે. જેમાં મોટી સંખ્યામાં વાહનચાલકો લાઈનમાં ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. જ્યારે આ વાહનો વાહનચાલકોને કોરોનાનો જાણે ડર જ હોય તેવી રીતે રસ્તાઓ પર ફરી રહ્યા છે.

બસ સ્ટેન્ડમાં પણ Social Distancing નો ભંગ

રાજકોટના ઢેબર રોડ પર આવેલા બસ સ્ટેન્ડમાં હવે રેગ્યુલર બસ શરૂ થઇ છે, પરંતુ બસ શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બસ સ્ટેન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ બસની રાહ જોઈને બેસી રહે છે. જ્યારે તેમની વચ્ચે Social Distancing નો પણ અભાવ જોવા મળી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ તો માસ્ક વગરના બસ સ્ટેન્ડમાં આંટા મારી રહ્યા હોવાની પણ ઘટના સામે આવી રહી છે. આમ જાણે પ્રવાસીઓને કોરોનાનો જરા પણ ડર ન હોય તેવી રીતે વર્તી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details