ગુજરાત

gujarat

ETV Bharat / city

Vikas Sahay submitted Report : CP તોડકાંડની તપાસનો રીપોર્ટ ગૃહવિભાગને સોપતાં વિકાસ સહાય - રાજકોટ સીઆઈડી ક્રાઈમ ઓફિસ

રાજ્ય સરકારને ખળભળાવનાર રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડમાં તપાસનો રીપોર્ટ સોંપાઈ ગયો છે. તપાસ અધિકારી વિકાસ સહાયે તેમનો રીપોર્ટ (Vikas Sahay submitted Report ) ગૃહવિભાગને સોંપી દીધો છે.

Vikas Sahay submitted Report : CP તોડકાંડની તપાસનો રીપોર્ટ ગૃહવિભાગને સોપતાં વિકાસ સહાય
Vikas Sahay submitted Report : CP તોડકાંડની તપાસનો રીપોર્ટ ગૃહવિભાગને સોપતાં વિકાસ સહાય

By

Published : Feb 23, 2022, 6:16 PM IST

ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ રાજીનામાં આપ્યા બાદ વિજય રૂપાણી અને વિજય રૂપાણી તેમનું હોમટાઉન રાજકોટ સતત સમાચારમાં ચમકી રહ્યું છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ (Rajkot Bjp mla govind patel ) રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે 75 લાખ રૂપિયાની કટકી કરી (Rajkot CP Extortion Money Case ) હોવાના સરેઆમ આક્ષેપ કર્યા હતાં. આ સમગ્ર મામલે સરકાર મીડિયામાં વાતો આવતા રાજ્ય સરકારે તાત્કાલિક તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં આજે તપાસ કમિટીના મુખ્ય અધિકારી (Vikas Sahay submitted Report )એવા આઇપીએસ વિકાસ સહાયે 200 પેજનો રીપોર્ટ રાજ્યના ગૃહવિભાગને સુપરત કર્યો છે.

10 તારીખે થઈ હતી પૂછપરછ

10 ફેબ્રુઆરીના રોજ રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની ગાંધીનગરના પોલીસ કરાઇ એકેડમી ખાતે ખાસ પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં મનોજ અગ્રવાલ પર લાગેલ 75 લાખ રૂપિયાની કટકી મામલે (jagjivan skhiya allegation) ખાસ તપાસ કરવામાં આવી હતી. જેમાં વિકાસ સહાય (Vikas Sahay submitted Report )દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

ગાંધીનગર સી.આઈ.ડીના રાજકોટમાં ધામા

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર 75 લાખ રૂપિયાની કટકી કર્યાનો આક્ષેપ ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને તેના સ્થાનિક બિલ્ડરોએ કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસ કમિટી રચવામાં આવી હતી અને 10 ફેબ્રુઆરીના રોજ કરાઈ પોલીસ એકેડેમી ખાતે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પૂછપરછ પણ સિનિયર અધિકારી એવા વિકાસ સહાય કરી હતી. તે જ સમય દરમિયાન ગાંધીનગર સીઆઇડી ટીમે (Rajkot CID Crime Office) પણ રાજકોટ ક્રાઇમ બ્રાંચમાં ધામા નાખીને સમગ્ર તપાસની ગતિવિધિઓ વધુ તેજ કરી હતી.

આ પણ વાંચોઃ રાજકોટ પોલીસ કમિશનર છેતરપીંડીના કેસમાં કરી રહ્યા છે કટકી, ધારાસભ્ય ગોવિંદ પટેલેનો આરોપ

ઊંઝાના વધુ એક વેપારીએ કરી છે DGP ઓફિસમાં ફરિયાદ

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના વિરોધમાં ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજ્યના ગૃહપ્રધાન પસંદગી અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના લેખિત ફરિયાદ કરી છે. ત્યારે ઊંઝાના ઈસબગુલના વેપારીએ પણ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના આદેશ પ્રમાણે ગેરકાયદે અપહરણ કરીને પોલીસ કસ્ટડીમાં ગોંધી રાખવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે રાજકોટ સ્થિત જમીનનું બાનાખત રદ કરવા પોલીસની સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપમાં ક્રાઈમ બ્રાન્ચના ગઢવી નામના પોલીસકર્મીએ શારીરિક ટોર્ચર કરી બાનાખત પરત કરવા દબાણ કર્યું હોવાની ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનર વિરુદ્ધ dgp ઓફિસમાં કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ પુરાવાઓ પણ પોલીસ વડાને આપવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકોટ તોડકાંડ : નિવેદન પ્રક્રિયા પૂર્ણ, તપાસ કમિટી ગમે ત્યારે સોપી શકે છે રિપોર્ટ

200 પાનાંનો રિપોર્ટ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે વિકાસ સહાયે (Vikas Sahay submitted Report ) 200થી વધુ પાનાંમાં એક લેખિત રિપોર્ટ તૈયાર કર્યો છે અને તે રાજ્યના ગૃહવિભાગને સોંપવામાં આવ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ઉપર કેવા પગલાં લેવાશે અથવા તો મનોજ અગ્રવાલને ક્લીનચિટ આપવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details