- નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચે શાબ્દિક વિવાદ
- રૂપાણીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
- બન્ને ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ
રાજકોટ: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણ કાછડીયા વચ્ચે સોશિયલ મીડિયા વચ્ચે વિવાદ શરૂ છે. જે મામલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આપણે ત્યાં સંગઠનમાં ઓન આ રીતની વાતચીત પણ બરોબર નથી, જેને લઈને આ ઘટનાનને હું દુર્ભાગ્યપૂર્ણ ગણું છું. આ સાથે જ રૂપાણીએ રાજકોટમાં આવેલા ભૈયાજી જોશી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કોઈ રાજકીય ચર્ચા નહિ થઈ હોવાનું તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચો: નીતિન પટેલ ત્રણ વાર મુખ્યપ્રધાનપદની ગાડી ચુકી ગયા, હવે તેમનું શું થશે?