- રાજકોટ કોર્પોરેશન પાર્કિંગ સ્લોટમાં વધુ નાણાં ઉઘરાવવાનો મામલો
- કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 5 ના બદલે 20 રુપિયા પડાવે છે
- મેયર પ્રદીપ ડવે આ મામલે સખ્ત પગલાં ભરવા આદેશ કર્યો
રાજકોટ: રાજકોટમાંં સર્વેશ્વર ચોકમાં કાર પાર્કિંગ કરવાના માત્ર રૂ.5 ભાવ હતો. ત્યારે કોન્ટ્રાક્ટ કર્મચારી (RMC Parking) કારચાલક પાસે કાર પાર્કિંગ કરવાના રૂ.20ની મગણી કરે છે. કારચાલક કર્મચારી સાથે આ મામલે વાત કરે છે અને સાઈન બોર્ડમાં માત્ર 5 રૂપિયા ભાવ લખ્યો હોવા છતાં કેમ રૂ. 20 ઉઘરાવે છે તેમ કહેતા કોન્ટ્રાક્ટ કર્મચારી આ કારચાલકને જવા દે છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મેયરે સમગ્ર મામલે તપાસના આપ્યાં આદેશ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળોએ પાર્કિંગ માટેના કોન્ટ્રાક્ટ (RMC Parking) આપવામાં આવ્યા છે. ત્યારે આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા મનફાવે તેવા કાર અને વાહનોના પાર્કિંગના ભાવ ધરાવે છે. જેને લઇને રાજકોટના મધ્યમાં આવેલા યાજ્ઞિક રોડના સર્વેશ્વર ચોકમાં એક કોન્ટ્રાક્ટ કર્મચારી કાર પાર્કિંગના નિયત કરતા વધુ રૂપિયા ઉઘરાવતાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર મામલો રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવને ધ્યાને આવતા તેમણે આ મામલે સખ્ત કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. જ્યારે આ કોન્ટ્રાક્ટ કોનો છે અને આ કર્મચારી કોણ છે તે તમામ લોકોને કોર્પોરેશને ખાતે પણ બોલાવવામાં આવ્યાં હતાં.