ગુજરાત

gujarat

ETV Bharat / city

પૈસા છે તો થઇ જશે વ્યવસ્થા! રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ - Government Hospital Bed Scam

રાજકોટમાં માનવતાને નેવે મૂકી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે બેડની જરૂરિયાત મંદને અમુક દલાલ દ્વારા રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ થયો છે. રાજકોટમાં કોઈપણ સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. એવી પરિસ્થિતિમાં હવે રાજકોટની સરકારી હોસ્પિટલમાં બેડનું કૌંભાંડ ચાલી રહ્યું છે, જેનો પર્દાફાશ થયો છે.

રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ
રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ

By

Published : Apr 21, 2021, 7:14 PM IST

  • રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો
  • જરૂરિયાત મંદને અમુક દલાલ દ્વારા રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ
  • વીડિયોની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી

રાજકોટઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી હોસ્પિટલમાં કે પ્રાઈવેટ હોસ્પિટલમાં હાલ એકપણ બેડ ખાલી નથી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્યુલન્સની લાઈન જોઈ ઘણા દર્દીઓ સરકારી હોસ્પિટલમાં જવા નથી માંગતા, કારણ કે, એમ્યુલન્સમાં જ દર્દીની સારવાર કરવી પડે તેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે રાજકોટ સરકારી હોસ્પિટલના ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં અમુક લોકો 9 હજાર રુપિયામાં બેડ અપાવી દીએ છે. જેનો એક વીડિયો પણ વાયરલ થયો છે. ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં કોરોનાથી રોજ 50થી વધુ દર્દીઓના મોત થઈ રહ્યા છે.

રાજકોટમાં દર્દીઓને રૂપિયા 9 હજારમાં બેડ આપવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચોઃ રાજકોટમાં મંગળવારે બપોર સુધીમાં જ 66 કોરોના દર્દીઓના મોત

આવારા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 9 હજાર રૂપિયા આપી કોરનાના દર્દીને બેડ અપીવી દેશું તેવો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ અંગે કલેક્ટર રેમ્યા મોહને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આવા આવારા તત્વો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ વીડિયોની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, જો હજુ કોઇ આવા આવારા તત્વો હોય તો પોલીસનો સંપર્ક કરવો જેથી કરીને આવા તત્વો પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચોઃ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળમાં 60 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું

ABOUT THE AUTHOR

...view details