- રાજકોટમાં કારોનાનું થયું ધૂમ વેંચાણ
- અષાઢી બીજ(Ashadhi Bij)નું અનેરું મહત્વ
- અષાઢી બીજના દિવસે મોટાભાગના લોકો વાહનોની ખરીદી કરતા હોય છે
રાજકોટ: દેશમાં અષાઢી બીજ (Ashadhi Bij)નું અનેરું મહત્વ છે. ત્યારે અષાઢી બીજના દિવસે મોટાભાગના લોકો વાહનોની ખરીદી કરતા હોય છે. જેને લઇને રાજકોટમાં પણ કાર અને મોટર સાયકલનું મોટા પ્રમાણમાં વેચાણ થયું છે. જ્યારે રાજકોટના ગોંડલ ચોકડી નજીક આવેલા લેન્ડમાર્ક હોન્ડા (Landmark Honda)ના શોરૂમમાંથી આજે 20 કરતાં વધુ ગાડીઓનું વેચાણ થયું છે. જ્યારે રૂટિન દિવસોમાં બે અથવા ત્રણ ગાડીઓની વહેંચાણ થયું હોય છે. તેની જગ્યાએ આજે માત્ર એક જ કારના શો રૂમમાંથી 20 કરતાં વધુ ગાડીઓનું વેચાણ થયું છે. જેને લઇને કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો :Gold Rate : આજથી 16 જુલાઈ સુધી સોનું થયું સસ્તું,જાણો કેવી રીતે થશે ફાયદો અને શું રહેશે કિંમત
ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વધુ વહેંચાણ
લેન્ડમાર્ક હોન્ડા શોરૂમના સેલ્સ મેનેજર વધુમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ કોરોના હતો ત્યારે ગયા વર્ષે અમારા શોરૂમમાંથી 10 જેટલી કારોનું વેચાણ થયું હતું પરંતુ ચાલુ વર્ષે હાલ ધીમે ધીમે કોરોના જઈ રહ્યો છે. ત્યારે આજના માત્ર એક જ દિવસમાં અમે 23 જેટલી ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે લોકો પણ હવે પોતાની ઘરની કાર હોય તેવું પસંદ કરી રહ્યા છે. કોરોનાના કારણે મોટાભાગના ધંધાઓની અસર થઈ છે પરંતુ ઓટો મોબાઈલ ક્ષેત્રને કોરોના ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે.