ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં શાકભાજીના વેપારીઓ, ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરી હેલ્થકાર્ડ અપાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રિવ્યૂ બેઠકમાં આદેશ આપ્યો હતો કે રાજકોટ શહેરમાં સુપર સ્પ્રેડરનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવે. જેને પગલે મનપા દ્વારા રૈયારોડ પર કેમ્પ યોજીને શાકભાજી અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં શાકભાજીના વેપારીઓ, ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરી હેલ્થકાર્ડ અપાશે
રાજકોટમાં શાકભાજીના વેપારીઓ, ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરી હેલ્થકાર્ડ અપાશે

By

Published : Jul 31, 2020, 9:00 PM IST

રાજકોટ શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને લઈને બે દિવસ પહેલા મુખ્યપ્રધાન રૂપાણીએ કલેક્ટર કચેરી ખાતે રિવ્યૂ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે હવેથી અમદાવાદની જેમ રાજકોટમાં પણ સુપર સ્પ્રેડર ગણાતા શાકભાજીવાળાઓ, ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવશે.

તેમના આ આદેશને ધ્યાનમાં લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શુક્રવારથી શહેરના રૈયારોડ પર આવેલ છોટુનગર વિસ્તારમાં મેડિકલ કેમ્પ યોજીને અંદાજીત 4500 જેટલા શાકભાજીવાળાઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. તેમને હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે.

મનપા દ્વારા આગામી દિવસોમાં દૂધ અને કરિયાણું વેચવાવાળાઓનું પણ ચેકીંગ કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details