- રાજકોટમાં ગૃહીણીઓ માટે માઠા સમાચાર
- શાકભાજીના ભાવમાં આવ્યો વધારો
- શાકભાજીમાં 30થી 40 ટકા ભાવમાં આવ્યો વધારો
રાજકોટ : તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારજી સર્જાઈ હતી, ત્યારે ખેડૂતોને પડ્યાં પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં શાકભાજીના વાવેતર ધોવાઈ ગયા છે. જેના લીધે હાલ શાકભાજીના ભાવ પણ સાતમે આસમાને છે. મહત્વનું છે કે, દર ચોમાસામાં શાકભાજીના ભાવ વધતા હોય છે. કારણ કે શાકભાજીની આવક ઓછી હોય છે. જોકે આ વર્ષે મોટાભાગના શાકભાજીના ભાવ લગભગ ડબલ જેવા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓનું માનીએ તો હજુ આગામી 15 દિવસ સુધી આ ભાવ યથાવત રહે તેવું લાગી રહ્યું છે. શાકભાજીના એક અઠવાડિયા પહેલાં આ અને વર્તમાન ભાવ જાણીએ તો તે નીચે મુજબ છે.
આ પણ વાંચો : ઉપલેટા પંથકમાં તૌકતે વાવાઝોડાને કારણે કેળની ખેતી કરતા ખેડૂતોની બેઠી માઠી દશા
શાકભાજીના કિલોના ભાવ નીચે મુજબ છે
- રીંગણાં 25થી 30 હતા, હાલ 50થી 60 રૂપિયા કિલો
- દૂધી 20થી 25 હતી, હાલ 40થી 50 રૂપિયા કિલો
- ગુવાર 40થી 50 રૂપિયા, હાલ 80થી 100 રૂપિયા કિલો
- ટમેટા 20થી 25, હાલ 35થી 40 રૂપિયા
- ફુલાવર 50થી 60 હતા, હાલ 80થી 100 રૂપિયા કિલો
- કોબી 20થી 25 રૂપિયા હતા, હાલ 40થી 50 રૂપિયા
- ભીંડો 40 રૂપિયા હતો, હાલ 70 રૂપિયા ભાવ
- ચોળા 70થી 80 રૂપિયા હતા, હાલ 120 રૂપિયા બોલાયા
- કારેલા 50થી 60 રૂપિયા બોલતા હતા, હાલ 70થી 80
હજુ 15થી 20 દિવસ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા દેખાતી નથી