ગુજરાત

gujarat

ETV Bharat / city

Vajubhai vala compares PM to Shri Krishna વજુભાઈ વાળાએ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવતાં શું શું કહી દીધું જૂઓ - આમ આદમી પાર્ટીના પડકાર

રાજકોટમાં જન્માષ્ટમી પર્વની શોભાયાત્રામાં આવેલા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ પીએમ મોદીની શ્રીકૃષ્ણ સાથે સરખામણી કરી હતી. રાજકારણમાં સગાવાદ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે પીએમ મોદીએ શ્રીકૃષ્ણની જેમ ક્યારેય સગાવાદને મહત્ત્વ નથી આપ્યું. તેમણે અહીં આમ આદમી પાર્ટીના પડકાર વિશે પણ નિવેદન આપ્યું હતું. Vajubhai vala compares PM to Shri Krishna, Vajubhai Vala on Nepotism, Nepotism in Indian Politics, Vajubhai Vala on AAP

Vajubhai vala compares PM to Shri Krishna વજુભાઈ વાળાએ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવતાં શું શું કહી દીધું જૂઓ
Vajubhai vala compares PM to Shri Krishna વજુભાઈ વાળાએ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવતાં શું શું કહી દીધું જૂઓ

By

Published : Aug 19, 2022, 10:00 PM IST

રાજકોટ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સરખાવીને કહ્યું હતું કે પીએમ મોદીએ શ્રીકૃષ્ણની જેમ ક્યારેય સગાવાદને મહત્ત્વ નથી આપ્યું. રાજકોટ શહેરમાં આજે જન્માષ્ટમીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં કર્ણાટકનાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ વિધાનસભા ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ માટે 182 બેઠક જીતવી અઘરી છે પણ અશક્ય નથી.

આ ચૂંટણીમાં ભાજપ માટે 182 બેઠક જીતવી અઘરી છે પણ અશક્ય નથી

PM અધર્મ ભ્રષ્ટાચાર તેમજ પરિવારવાદ સામે લડે છે વજુભાઈ વાળાએ વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15ઓગસ્ટે કહ્યું છે કે ભ્રષ્ટાચાર અને સગાવાદ સામે લડવાનું છે. તેમણે વડાપ્રધાન મોદીની સરખામણી ભગવાન કૃષ્ણ સાથે કરતાં કહ્યું હતું કે સગાવાદ સામે કૃષ્ણ લડ્યા તેમ PM અધર્મ ભ્રષ્ટાચાર તેમજ પરિવારવાદ સામે લડે છે.

આ પણ વાંચો Janmashtami 2022 in Bhavnagar શહેરમાં ઠેર ઠેર મટકી ફોડ ઉજવણી સીએમની હાજરીથી ખીલ્યાં ગોવિંદા

આમ આદમી પાર્ટી વિશે બોલ્યાં વજુુભાઈવજુભાઈ વાળાએ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ 182 બેઠક પર જીત મેળવવી ભાજપ માટે અઘરી છે પણ અશક્ય નથી. આમ આદમી પાર્ટીના પડકાર વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ત્રીજો રાજકીય પક્ષ ક્યારેય સફળ થયો નથી. ત્રીજો નહીં ચોથો કે પાંચમો પક્ષ આવે તો પણ જીત ભાજપની થશે તે નિશ્ચિત છે. કારણ કે પ્રજા જાણે જ છે કે કયા પક્ષે કેટલાં કાર્ય કર્યાં છે અને કેટલાં કાર્ય નથી કર્યાં. ભારતીય જનતા પાર્ટી હંમેશાં પ્રજાની સુખાકારી માટે જ વિચારે છે.

આ પણ વાંચો સરદાર પટેલ અને નરેન્દ્ર મોદીની સરખામણી થઈ જ ન શકેઃ કોંગ્રેસ પ્રમુખ

શોભાયાત્રા સમાજને એક કરવા માટે વધુમાં વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, વિશ્વ હિંદુ પરિષદ દ્વારા દર વર્ષે કાઢવામાં આવતી શોભાયાત્રા સમાજને એક કરવા માટે છે. સમસ્ત હિંદુ સમાજ ધર્મ અને સંસ્કૃતિનાં રક્ષણ માટે આગળ આવે તેવી ભાવના પણ આ શોભાયાત્રા કાઢવા પાછળ રહેલી છે.

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી

શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં આપેલો ઉપદેશ લોકોના જીવનમાં ચરિતાર્થ થાય અને માણસો દેશપ્રેમી ધર્મપ્રેમી તેમજ રાષ્ટ્રપ્રેમી બને તે માટે આજના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. Vajubhai vala compares PM to Shri Krishna, Vajubhai Vala on Nepotism, Nepotism in Indian Politics, Vajubhai Vala on AAP

ABOUT THE AUTHOR

...view details