- રાજકોટ મહાનગરપાલિકાનો કોરોના વેક્સિનેશન (Corona Vaccination) માટે નવતર પ્રયોગ
- RMC હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને હવે ઘરે જઈને કોરોનાની વેક્સિન આપશે
- ઘરે બેઠા વેક્સિન લેવા માટે હેલ્પલાઈન નંબર (Helpline Number) 0281-2220600 પર ફોન કરવો પડશે
રાજકોટઃ શહેરમાં એક તરફ પૂરજોશમાં કોરોના વેક્સિનેશન (Corona Vaccination) ચાલી રહ્યું છે. તો અત્યારે એવા લોકો પણ છે, જેમણે વેક્સિન નથી લીધી કે નથી લઈ શક્યા. તો મહાનગરપાલિકાએ આગામી દિવસોમાં ઘરે ઘરે જઈને કોરોનાની વેક્સિન આપવાનું આયોજન કર્યું છે, જેમાં દિવ્યાંગો અને અશક્ત લોકો તેમ જ જે લોકો કોરોના વેક્સિન લેવા આરોગ્ય કેન્દ્રો ઉપર જઈ શકતા નથી. તેવા લોકોને આરોગ્યની ટીમ ઘરે આવીને કોરોનાની વેક્સિન આપી જશે. આવા લોકોએ માત્ર મહાનગરપાલિકાએ જાહેર કરેલા હેલ્પલાઈન નંબર પર ફોન કરીને તમામ વિગતો લખવાની રહેશે. ત્યારબાદ આરોગ્યની ટીમ તેમને ઘરે જઈને કોરોનાની વેક્સિન આપશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધુને વધુ વેક્સિનેશન થાય તે માટે મહાનગરપાલિકાએ આ નિર્ણય લીધો છે.
દિવ્યાંગ અને અશક્ત લોકોને આપવામાં આવશે વેક્સિન
રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં વધુને વધુ કોરોનાનું વેક્સિનેશન (Corona Vaccination) થાય તે માટે હવે દિવ્યાંગો અને અશક્ત લોકોને ઘરે જઈને કોરોના વેક્સીન આપશે. આ માટે મહાનગરપાલિકાએ 0281-2220600 હેલ્પલાઈન નંબર તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં દિવ્યાંગો અને અશક્ત લોકો જે ફોન કરીને પોતાની વિગત લખાવી શકશે. તેમ જ મનપાની આરોગ્યની ટીમ (Health Team) તેમને ઘરે આવીને કોરોનાની વેક્સિન આપશે.
આ હેલ્પલાઈન નંબર (Helpline Number) 21 આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલો છે