ગુજરાત

gujarat

ETV Bharat / city

અહીં ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલાં પોલીસની મંજૂરી જરૂરી, ક્યાં સુધી તે જાણો - Rajkot Police Commissioner Raju Bhargava

રાજકોટ શહેરમાં ડ્રોન ઉડાવવાના શોખીનો માટે આ સમાચાર ખાસ છે. ડ્રોનનો વ્યાવસાયિક ઉપયોગ કરનારને પણ આ જાણવું જરુરી છે. રાજકોટમાં હવે ડ્રોન ઉડાવતાં પહેલાં પોલીસની મંજૂરી લેવી જરુરી છે. Use of drones in Rajkot, Rajkot Police approval required , Rajkot Police Commissioner Raju Bhargava

અહીં ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલાં પોલીસની મંજૂરી જરૂરી, ક્યાં સુધી તે જાણો
અહીં ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલાં પોલીસની મંજૂરી જરૂરી, ક્યાં સુધી તે જાણો

By

Published : Aug 26, 2022, 9:55 PM IST

રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષાને ધ્યાને લઈને રાજકોટ શહેરમાં ડ્રોન ઉડાવવા પર મંજૂરી લેવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર વિસ્તારમાં જાનમાલની સુરક્ષા અને સુલેહ શાંતિનું વાતાવરણ જળવાઇ રહે તે હેતુસર રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામાંમાં શું છે રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલિત એરિયલ મીસાઇલ, હેલીકોપ્ટર કે પેરાગ્લાઇડર રીમોટ કંટ્રોલ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફટ ચલાવનાર સંચાલકો વ્યાવાસાયિકો માટે નિયંત્રણ મુકતા હુકમો જારી કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચો ડ્રોનની મદદથી પોલીસે ઝડપી પાડ્યો દારૂ

આટલી વિગતો નોંધાવવી પડશે આ હુકમ મુજબ સંચાલકો કે માલિકોએ આ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડેલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે તેમજ તેનો ઉપયેાગ કરતા પહેલા જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો હોય તે વિસ્તાર સંબંધિત પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની પૂર્વમંજુરી લેવાની રહેશે.

આ પણ વાંચો પનગંગા નદી થઈ ઓવરફ્લો, સહસ્ત્રકુંડ વોટરફોલના ડ્રોન વિઝ્યુઅલ્સ

આ જાહેરનામાનો અમલ કઇ તારીખ સુધીડ્રોન ઉડાવવા અંગેના આ જાહેરનામાંનો અમલ રાજકોટ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળના તમામ વિસ્તારમાં 31 ઓકટોબર સુધી કરવાનો રહેશે. તેમજ ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે તેવું પણ જણાવાયું છે, ત્યારે સુરક્ષા એજન્સીના રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટને આ જાહેરનામું લાગુ પડશે નહીં તેવું પણ આ સાથે જણાવવામાં આવ્યું છે. Use of drones in Rajkot, Rajkot Police approval required , Rajkot Police Commissioner Raju Bhargava , ડ્રોનનો ઉપયોગ કરતાં પહેલાં પોલીસની મંજૂરી જરૂરી , રાજકોટ પોલીસની મંજૂરી જરુરી , રાજકોટમાં ડ્રોનનો ઉપયોગ , રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

ABOUT THE AUTHOR

...view details