ગુજરાત

gujarat

ETV Bharat / city

Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ - Rajkot Crime Case

રાજકોટમાં યુવતીએ પ્રેમ પુરાણમાં આત્મહત્યા (Rajkot Suicide Case) કરતા ચકચાર મચી છે. યુવતીએ આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમને આત્મહત્યા કરવા (Rajkot Crime Case) પાછળનું કારણ લખ્યું હતું. શું છે સમગ્ર મામલો જુઓ આ અહેવાલમાં

Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
Rajkot Suicide Case: પ્રેમના કારણે વધુ એક યુવતીએ ગુમાવ્યો જીવ, સ્યુસાઈડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ

By

Published : May 16, 2022, 9:58 AM IST

રાજકોટ : રાજ્યમાં એક બાદ એક પ્રેમમાં આત્મહત્યા કરવાના (Rajkot Suicide Case) કિસ્સાઓ સામે આવી રહ્યા છે. યુવાનીના જોશમાં પ્રેમ પુરાણનો નશો ચડતા રાજ્યમાં મહિના અસંખ્ય આત્મહત્યાના કેસો સામે આવતા જોવા મળે છે. ત્યારે રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આ યુવતી આત્મહત્યા કરતા પહેલા એક ચીઠી પણ લખી છે. જોકે, બનાવ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતી.

રાજકોટમાં પ્રેમીનાં ત્રાસથી યુવતી કરી આત્મહત્યા

યુવતીના પિતાનું નિવદેન - યુવતીના પિતાએ જણાવ્યું કે, યુવક રોજ મારી દીકરીને હેરાન કરતો હતો. ફોન કરીને ધમકાવતો હતો, પરંતુ મારી દીકરી મને કહી ન શકી. યુવકથી કંટાળી અગાઉ પણ એક પરિવારે ઘર છોડ્યું હતું. એ સમયે યુવક અને તેના મિત્રો પરિવારને મારવા આવ્યાં હતાં. દીકરી જો તકલીફમાં હોય તો પિતાને જાણ કરે અને તે સમયે પિતાએ પણ દીકરીની કાળજી લેવી જોઈએ. માતા-પિતાએ દીકરીનું ધ્યાન રાખવું જરૂરી છે, ત્યારે મેં ધ્યાન ન રાખ્યું 'ને મારી વ્હાલસોયીએ (Rajkot Girl Commits Suicide) જીવ ગુમાવ્યો છે. હવે મને ન્યાય આપો'.

આ પણ વાંચો :આધુનિક યુગમાં દહેજે ફરી એક વાર લીધો મહિલાનો ભોગ

યુવતીએ સ્યુસાઇડ નોટમાં શુ લખ્યું - આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે તપાસ કરતા યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા પૂર્વ પ્રેમીએ ત્રાસ આપી માર માર્યો હતો, માતા પિતાને પણ ગાળો આપતા આત્મહત્યા કરી લીધાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં યુવતીએ લખ્યું હતું કે, 'મને આત્મહત્યા માટે મજબૂર કરનાર સુનિલ કુકડીયા છે. તેણે મારા માતા-પિતાને ગાળો આપી હતી. મારી સાથે મારપીટ પણ કરી છે. સોરી પપ્પા'. આરોપી યુવકના એક દિવસ પહેલા જ લગ્ન થયા હતા. મૃતકનો મોબાઇલ કબજે લઈ મૃતકના પિતાની ફરિયાદ પરથી યુવક સામે આત્મહત્યા (Girl With Love Suicide) ફરજ હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :બાઈબલ વાંચવા જવાનું કહી યુવક ગયો તો ખરી પછી થયું એવું કે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ

પોલીસ નોંધ્યો ગુનો -આ સમગ્ર બનાવ મામલે (Rajkot University Police) પોલીસે જણાવ્યું હતું કે, યુવતી અને સુનિલને પ્રેમસંબંધ હતો. સુનિલનું સગપણ પાટણવાવ સ્થિત રહેતી યુવતી સાથે નક્કી થઈ જતા આ સંબંધનો અંત આવ્યો હતો. આમ છતાં સુનિલ અવારનવાર યુવતીને ફોન કરતો હતો અને સંબંધ રાખવા દબાણ કરતો હતો. આ બનાવમાં યુવતીના પિતાની ફરિયાદ પરથી તેના જ વિસ્તારમાં રહેતા સુનિલ કુકડીયા(પ્રજાપતિ) સામે ફરિયાદ નોંધાવતા કલમ 306 હેઠળ (Rajkot Crime Case) ગુનો નોંધવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details