ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરાજીના સુપેડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતોનો અનોખો વિરોધ, પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા - પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા

રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડૂતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ નવરાત્રિના તહેવારને લઈને હોળીની ફરતે રાસ રમીને અનોખો વિરોધ કર્યો હતો તેમજ સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.

ધોરાજીના સુપેડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતોનો અનોખો વિરોધ, પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા
ધોરાજીના સુપેડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતોનો અનોખો વિરોધ, પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા

By

Published : Oct 21, 2020, 4:53 PM IST

  • ભારે વરસાદને પગલે ધોરાજીના સુપેડી ગામે ખેડૂતોના પાકને ભારે નુકસાન
  • નુકસાનના પગલે ખેડૂતોનો અનોખો વિરોધ
  • ખેતરમાં પાકની હોળી કરી ગરબે રમી નોંધાવ્યો વિરોધ
  • સરકાર પાસે સહાયની કરી માગ

રાજકોટ: ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાની ભોગવવી પડી છે. પાક નિષ્ફળ જતા સુપેડીના ખેડૂતોએ ખેતરમાં જ પાકની હોળી કરી હતી. આ સાથે જ ખેડૂતોએ નવરાત્રીના તહેવારને લઈને હોળીની ફરતે રાસ રમીને અનોખો વિરોધ કરીને સરકાર સહાય ચૂકવે તેવી માંગ કરી હતી.

વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન

દરવર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદનું પ્રમાણ ખૂબ જ વધુ જોવા મળ્યુ છે. સિઝનના વરસાદ કરતા પણ કમોસમી વરસાદ વધુ પડ્યો છે. વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે.

ધોરાજીના સુપેડી ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતોનો અનોખો વિરોધ, પાકની હોળી કરી ગરબે ઘૂમ્યા

ખેડૂતોનો અનોખો વિરોધ

ધોરાજીમાં ભારે વરસાદને પગલે પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સરકાર સામે રોષે ભરાયેલા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેતરમાં પોતાના પાકની હોળી કરી ગરબે ઘૂમીને પોતાનો બળાપો ઠાલવી રહ્યા છે.

સરકાર પાસે સહાયની માગ

પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને સહાય ચૂકવવાની સરકારે જાહેરાતો કરી છે. પરંતુ હજુ સુધી તેમનું પાલન થયું નથી. જેમને કારણે ધોરાજી પંથકમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા રવિ પાકના વાવેતર સમયે જ ખાતર બિયારણ ખરીદી કરીને વાવેતર કરવા માટે લાચાર બન્યા છે. જેમને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ સાથે જ ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details