ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ - Protest with PPE kit

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરે વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને આજે યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં પરીક્ષા નહીં યોજવા અને વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં નહીં મુકવા માટે કુલપતિને રજૂઆત કરવામા આવી હતી. તેમજ જો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને વીમા કવચ આપવાની માગ NSUI દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ
રાજકોટ

By

Published : Dec 4, 2020, 8:32 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે NSUI દ્વારા કરાયો અનોખો વિરોધ
  • PPE કીટ પહેરીને NSUI દ્વારા કરાયો અનોખો વિરોધ
  • 10 ડિસેમ્બરથી યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવા NSUIની માગ
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરે વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા લેવામાં આવશે. જેને લઈને આજે યુનિવર્સિટી ખાતે NSUIના કાર્યકર્તાઓ દ્વારા PPE કીટ પહેરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ હાલની કોરોનાની પરિસ્થિતિમાં પરીક્ષા નહીં યોજવા અને વિદ્યાર્થીઓના આરોગ્યને જોખમમાં નહીં મુકવા માટે કુલપતિને રજૂઆત કરવામા આવી હતી. તેમજ જો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા યોજવામાં આવશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને વીમા કવચ આપવાની માગ NSUI દ્વારા કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ

10 ડિસેમ્બરથી યોજાનારી પરીક્ષા મોકૂફ રાખવા NSUIની માગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવનારી પરીક્ષાનો NSUI દ્વારા PPE કીટ પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે NSUIના કાર્યકર્તાઓ દ્વારા જણાવાયું કે, જો યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીમાં પરીક્ષા યોજવામાં આવશે તો વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમાઈ શકે છે. જેને લઈને વિદ્યાર્થીઓને કોરોના થાય નહીં તે માટે PPE કીટ પહેરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ન આવવું પડે જેથી આ પ્રકારના વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ
વિદ્યાર્થીઓને અગાઉની જેમ જ સુરક્ષા આપવામાં આવશે: કુલપતિ

NSUIના વિરોધ બાદ કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગામી 10 ડિસેમ્બરથી યુનિવર્સિટીના અલગ અલગ અભ્યાસક્રમોની પરીક્ષા યોજાશે. જેમાં 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પરીક્ષા યોજવામાં આવી હતી. તે મુજબની પરીક્ષા 10 ડિસેમ્બરથી યોજવામાં આવશે છે. તેમજ વિદ્યાર્થીઓનું પણ પરીક્ષા દરમિયાન આરોગ્ય જળવાઈ રહે તે માટે યુનિવર્સિટી શક્ય બને તેટલા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે PPE કીટ પહેરીને NSUI દ્વારા અનોખો વિરોધ

ABOUT THE AUTHOR

...view details