- દિવ્યાંગ હોવા છતાં પણ સંગીત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિઓ હાંસલ કરી
- સૌરવ ગઢવી નામનો યુવાન એક હાથથી દિવ્યાંગ છે
- ખૂબ જ સહેલાઈથી તે ડ્રમ તથા તબલા વગાડી શકે છે
રાજકોટ: આજે આપણે વાત કરીશું એવા કલાકારની જે જન્મથી જ દિવ્યાંગ છે છતાં પણ તેણે સંગીત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજકોટના (youth of Rajkot) સૌરવ ગઢવી (saurabh gadhvi) નામનો યુવાન એક હાથથી દિવ્યાંગ છે છતાં પણ ખૂબ જ સહેલાઈથી તે ડ્રમ તથા તબલા વગાડી શકે છે. જ્યારે તેને ખૂબ નાની ઉંમરથી જ ડ્રમ અને તબલા વગાડવાની શરૂઆત કરી હતી.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી
અત્યારે સૌરવ રાજકોટ (youth of Rajkot) સહિત ભારત અને વિશ્વના અનેક દેશોની મુલાકાત લઈ ચૂક્યો છે અને આ દેશમાં પોતાનું પરફોમન્સ આપી ચૂક્યો છે. તેને એક હાથ હોવા છતાં પણ સંગીત ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે સૌરભના પિતા દિનેશ ગઢવી પણ તબલાવાદક છે. જેમને જોઈને સૌરભ (saurabh gadhvi) પણ આ જ ક્ષેત્રમાં આગળ વધ્યો છે અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ 5 વર્ષની ઉંમરે શીખવાની શરુઆત કરી
સૌરભ ગઢવી Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું જ્યારથી પાંચ વર્ષનો હતો. ત્યારથી મેં અલગ-અલગ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું શરૂ કર્યું હતું પરંતુ હું એક હાથે દિવ્યાંગ હોવાના કારણે તે બરાબર વગાડી શકતો ન હતો. જે બાદ મને ઘણા સિનિયર લોકોએ અમે મારા પિતાએ સ્ટીકવાળા ઈસ્ટ્રુમેન્ટ વગાડવાની સલાહ આપી. જેને લઈને મેં મારા એક હાથમાં રૂમાલ સાથે સ્ટીક બાંધીને ધીમે ધીમે ડ્રમ વગાડવાનું શરૂ કર્યું હતું અને આમ પ્રેક્ટિસ કરતા કરતા ડ્રમ વગાડવા નિપુણતા હાંસલ કરી. જ્યારે આજે હું 8થી 10 કલાક સુધી સત્તત ડ્રમ વગાડી શકું છું. જ્યારે હાલમાં પણ હું વિવિધ સ્ટેજ પ્રોગ્રામમાં અને લાઈવ પરફોર્મન્સ દરમિયાન ડ્રમ વગાડું છું. જ્યારે મારે એક હાથ કોણી સુધીનો હોવા છતાં પણ હું સહેલાઇથી આ કામ કરી શકું છું.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ 11 વર્ષની ઉંમરમાં પ્રથમ રેકોર્ડિંગ કર્યું
સૌરભ ગઢવીએ 11 વર્ષની ઉંમરમાં જ ડ્રમ વગાડવા નિપુણતા હાંસલ કરી લીધી હતી. જ્યારે 11 વર્ષની ઉંમરમાં તેમનું પ્રથમ રેકોર્ડિંગ આકાશવાણીમાં થયું હતું અને ત્યારબાદ તેઓ ધીમે ધીમે આ ક્ષેત્રમાં આગળ વધતા ગયા. જ્યારે હાલ સંગીત ક્ષેત્રે તેઓ છેલ્લા 12 વર્ષથી કાર્યરત છે. અત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષની જ છે છતાં પણ તેમને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જ્યારે તેમના વીડિયો બોલિવૂડ અને હોલીવૂડના અનેક સંગીત કલાકારો અને સેલિબ્રિટીઓએ પણ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. આમ તેઓ પોતાની આ કળાના કારણે બોલિવૂડ અને હોલિવૂડમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ આ પણ વાંચો: રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર
હું ડ્રમ સોલ્ડર વડે વગાડું છું: સૌરભ ગઢવી
જ્યારે સૌરભ ગઢવીએ (saurabh gadhvi) વધુમાં જણાવ્યું હતું કે મારો એક હાથ કોણી સુધીનો છે. ત્યારે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા સંગીતના સાધનો વગાડવા માટે આંગળીઓની જરૂરિયાત હોય છે પરંતુ મારે એક હાથમાં આંગળી ન હોવાના કારણે હું મારા સોલ્ડર વડે આ ડ્રમ વગાડું છું. જ્યારે શરૂઆતના દિવસોમાં મને કોઈ ઓળખતું નહોતું તે સમયે લાઈવ પરફોર્મન્સમાં મને વગાડવાની તક ઓછી મળતી હતી કારણકે તે સમયે ઓર્ગેનાઇઝરને ચિંતા હતી કે લાઈવ પર્ફોર્મન્સ દરમ્યાન એક હાથે હું સ્ટીક બાંધીને વગાડું છું તો લાઈવ પર્ફોર્મન્સમાં કઈ ઘટના થશે, અથવા મારા હાથ ઉપર સોજો આવી જશે, અથવા ચાલુ પ્રોગ્રામમાં મારા એક હાથમાંથી સ્ટીક છૂટી જશે તો, પરંતુ ધીમે ધીમે તમામ લોકો મને ઓળખતા ગયા અને મારું લાઈવ પરફોર્મન્સ પણ જોતા ગયા અને આમ હું ધીમે-ધીમે સંગીત ક્ષેત્રમાં આગળ વધતો ગયો અત્યારે હું સતત નવ કલાક સુધી વગાડી શકું છું.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ દર્શકો પણ વિશ્વાસ નથી કરતા હું ડ્રમ વગાડું છું
સૌરભે જણાવ્યું હતું કે, મોટાભાગે કોઈપણ જગ્યાએ સ્ટેજ પ્રોગ્રામ અથવા લાઈવ પર્ફોર્મન્સ હોય ત્યારે જે તે આર્ટિસ્ટ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ ઓ સેટ પોતે જ ગોઠવતા હોય છે. જે દરમિયાન સૌરભ પણ પોતાના ડ્રમનું સેટ જાતે જ ગોઠવતો હોય છે. તેવામાં દર્શકોના મનમાં એવો સવાલ થાય છે કે આ ભાઈ માત્ર ગોઠવીને જતા રહેશે, ત્યારબાદ તેઓ ડ્રમ વગાડતા હોય છે અને વગાડીને લાઈવ પરફોર્મન્સ પૂરું થાય ત્યારે લોકો તેમને પૂછતા હોય છે કે, ખરેખરમાં ડ્રમ તેઓ વગાડતા હતા. તેવા સમયે સૌરભને પોતાના પરફોર્મન્સનો વીડિયો પણ બતાવવો પડતો હોય છે અને ત્યારબાદ દર્શકો તેમના પર વિશ્વાસ કરે છે તે ખરેખરમાં જ તે જ વગાડી રહ્યા હતા.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ આ પણ વાંચો: અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી
વેસ્ટર્ન મ્યુઝિકમાં મારુ પરફોર્મન્સ આપવાનું લક્ષ્ય
સૌરવ ગઢવી એક હાથે દિવ્યાંગ હોવા છતાં પણ ભારતીય સંગીત ક્ષેત્રમાં તેમને અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે. ત્યારે તેઓ ભવિષ્યમાં વેસ્ટર્ન મ્યુઝિક પર પણ પોતાનું પરફોર્મન્સ આપે એવું લક્ષ્ય તેમનું છે. જ્યારે વિશ્વભરના અલગ અલગ દેશના ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડવાની ઈચ્છા છે. તાજેતરમાં જ સૌરભના માતાની સર્જરી કરવામાં આવી હોવાથી હાલ સૌરભ પોતાના ઘરની જવાબદારી સંભાળી રહ્યા છે. સૌરભને ગુજરાત સરકાર તરફથી પણ વિવિધ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. તેમજ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પણ તેઓને અનેક સન્માન મળી ચૂક્યા છે.
એક હાથે દિવ્યાંગ છતાં પણ રાજકોટના યુવાનની અનેરી સિદ્ધિ