- ગુજરાતના વિવિધ વિસ્તારોમાં (central minister parshotam rupala ) ભાજપની જન આશીર્વાદ યાત્રા
- કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં (BJP's Jan Ashirwad Yatra) રહ્યા ઉપસ્થિત
- કેન્દ્રિય પ્રધાન સરકારની સિદ્ધિઓ ગણાવવાની સાથે દૂધમાં ભેળસેળ મામલે કાર્યવાહી કરવાની આપી ખાતરી
રાજકોટ: રાજ્યભરમાં અત્યારે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં સરધાર ખાતે યોજાયેલી આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (central minister parshotam rupala) પણ પહોંચ્યા હતા. અહીં સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રિય પ્રધાને પત્રકાર પરિષદ યોજી હતી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિકાસના કામો અંગેની પણ વાત જણાવી હતી. તેમ જ હાલ રાજ્યમાં સામે આવેલા દૂધમાં ભેળસેળ મામલે પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
આ પણ વાંચો-મહેસાણા ખાતે જનઆશીર્વાદ યાત્રા, ભાજપ એ અઢારે આલમના આશીર્વાદવાળી પાર્ટી છે : રૂપાલા
દૂધમાં ભેળસેળને લઈને કડક કાર્યવાહી કરાશેઃ પરસોત્તમ રૂપાલા
તાજેતરમાં જ રાજકોટ પોલીસે ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે. તેમ જ આ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હશે. તે જરાય ચલાવી નહીં લેવાય, જ્યારે આપણા દેશમાં ઘણી સારી દૂધ મંડળીઓ છે. એમાં પણ અમુલની નામના વિશ્વભરમાં છે. ત્યારે અમૂલની શાખ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે જળવાઈ રહે તેવી કાર્યવાહી ભેળસેળ વાળાઓ વિરૂદ્ધ કરવામાં આવશે.