ગુજરાત

gujarat

ETV Bharat / city

14માં નાણાપંચ અંતર્ગત થયેલા વિકાસના કામોની સમીક્ષા કરતા કેન્દ્રીયપ્રધાન કપિલ પાટીલ

કેન્દ્રીયપ્રધાન કપિલ પાટીલે 14માં નાણાપંચ અંતર્ગત રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં થયેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. 14માં નાણાપંચની જોગવાઈ અંતર્ગત રાજકોટ જિલ્લાની પંચાયતોને ફાળવવામાં આવેલા રૂપિયા 254 કરોડ અન્વયે થયેલા વિવિધ ક્ષેત્રના કામોની પ્રધાન પાટીલે જાણકારી મેળવી હતી.

વિકાસકામોની સમીક્ષા કરતા કેન્દ્રીયપ્રધાન કપિલ પાટીલ
વિકાસકામોની સમીક્ષા કરતા કેન્દ્રીયપ્રધાન કપિલ પાટીલ

By

Published : Sep 26, 2021, 7:51 PM IST

  • કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલે તાલુકા અને ગ્રામ પંચાયતોમાં થયેલા વિકાસના કામોની સમીક્ષા કરી
  • કપિલ પાટીલે યોજનાનો ઉલ્લેખ કરતા બેનરો સંબંધિત સ્થળોએ લગાવવાના આદેશ કર્યા
  • બેઠકમાં પંચાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

રાજકોટ: કેન્દ્રીય પ્રધાન કપિલ પાટીલે 14માં નાણાપંચ અંતર્ગત રાજકોટ, જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો અને ગ્રામ પંચાયતોમાં થયેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી. પંચાયતીરાજ વિભાગના કેન્દ્રીય રાજ્યપ્રધાન કપિલ પાટીલ ગુજરાત રાજ્યના ત્રિસ્તરીય પંચાયતી રાજના વહીવટી માળખાથી વાકેફ થયા હતા. 14માં નાણાપંચની જોગવાઈ અંતર્ગત રાજકોટ જિલ્લાની પંચાયતોને ફાળવવામાં આવેલા રૂપિયા 254 કરોડ અન્વયે થયેલા વિવિધ ક્ષેત્રના કામોની પ્રધાન પાટીલે જાણકારી મેળવી હતી અને જે યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યા હોય તે યોજનાનો ઉલ્લેખ કરતા બેનરો સંબંધિત સ્થળોએ લગાવવાના આદેશ કર્યા હતા.

કેન્દ્રીયપ્રધાન કપિલ પાટીલ

14માં નાણાપંચની જોગવાઈ હેઠળના 98 ટકા કામો રાજકોટ જિલ્લામાં પૂર્ણ

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કેન્દ્રીય રાજ્યપ્રધાન કપિલ પાટીલ સમક્ષ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટના વિકાસ કામોની આંકડાકીય રૂપરેખા રજૂ કરી હતી અને ઉમેર્યું હતું કે, ઓગસ્ટ-21સુધીમાં 14માં નાણાપંચની જોગવાઈ હેઠળના 98 ટકા કામો રાજકોટ જિલ્લામાં પૂર્ણ થઈ ગયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ 12 લાખ 21 હજાર 990ની છે વસતિ

રાજકોટ જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ વસતિ 12 લાખ 21 હજાર 990ની છે. રાજકોટ તાલુકા પંચાયતના રૂપિયા 26કરોડ 67 લાખના અને જિલ્લા પંચાયતના રૂપિયા 13 કરોડ 34 લાખના વિકાસના કામો પ્રગતિ હેઠળ છે. જામનગર, જૂનાગઢ અને મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓએ તેમના જિલ્લાની વિગતો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી.

બેઠકમાં રાજકોટ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ જોડાયા

આ બેઠકમાં મોરબીના જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ, મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જોશી, રાજકોટના નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલીયા અને પંચાયત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો-બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીની છાપી ગામમાં ઓચિંતી મુલાકાત

આ પણ વાંચો-14માં નાણાપંચની ગ્રાન્ટની ઉચાપત અંગે રજૂઆત છતાં કાર્યવાહી શૂન્ય

ABOUT THE AUTHOR

...view details