- તૌકતે વાવાઝોડામાં વીજકંપનીને 1400 કરોડ રુપિયાનું નુકશાન
- સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ તૈયાર
- PGVCLના મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસે તૈયાર કર્યો રોડમેપ
રાજકોટ: તાજેતરમાં સૌરાષ્ટ્ર સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં તૌકતે વાવાઝોડા (Tauktae Cyclone) ના કારણે વીજ કંપનીને સૌથી વધુ અંદાજીત રૂ.1400 કરોડનું નુકશાન થયું છે. આ વાવાઝોડામાં વીજ કંપનીના 3 લાખથી વધુ થાંભલા પડી ગયા હતા. વાવાઝોડાના કારણે વીજ થાંભલાઓ પડી ગયા હોવાથી મોટાભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે આ પ્રકારના વાવાઝોડાના કારણે વીજ કંપનીને નુકશાન ન થાય તે માટે હવે સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.
PGVCLના મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસે તૈયાર કર્યો રોડમેપ
રાજકોટમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ (Underground cable project) સફળ રહ્યા બાદ હવે સૌરાષ્ટ્રના શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલનો પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે. જેને હવે રાજ્ય સરકારમાં મંજૂરી માટે મુકવામાં આવશે. જેને લઈને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓના નાના શહેરોમાં પણ વીજળીની સમસ્યાઓ ઓછી થશે. આ સાથે જ સૌરાષ્ટ્રના પાંચ નવા શહેરોમાં હવે 24 કલાક વીજળી મળી રહે તે માટે PGVCLના નવ નિયુકત મેનેજીંગ ડીરેકટર ધિમત વ્યાસ (Managing Director Dhimat Vyas) દ્વારા રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રના 5 શહેરોમાં અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવાનો પ્રોજેકટ