- ધુળેટીના તહેવાર પર દુર્ઘટના બની
- આજી નદીમાં સાત યુવાનો સ્નાન કરવા પડ્યા હતા
- ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ
- બન્ને યુવાનોના મૃતદેહને આજી નદીમાંથી બહાર કાઢ્યા
રાજકોટઃ જિલ્લાના રાજકોટ શહેરના આજી ડેમ પાસે આવેલા શ્રીરામ પાર્કમાં બન્ને યુવાનો રહેતા હતા. અરજણભાઈ લખમણભાઇ ભુવા નામના 20 વર્ષીય યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે રહેલા કલ્પેશભાઈ જસ્મીનભાઈ પ્રજાપતિ નામના 21 વર્ષીય યુવાનનો પણ ડૂબી જતા મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત