- રાજકોટ મહિલા બે મહિલા કોન્સ્ટેબલની બહાદુરી સામે આવી
- બંન્ને મહિલા કોન્સ્ટેબલ પાઈપની મદદથી આરોપી સુધી પહોંચી
- પોલીસ કમિશ્નરે સન્માન કીરીને રૂપિયા 15 હજારના ઇનામની જાહેરાત કરી
રાજકોટ : શહેરમાં બે મહિલા કોન્સ્ટેબલની બહાદુરીની ઘટના સામે આવી છે. કોંગ્રેસના મહિલા કાર્યકરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને વીડિયો અને પ્રોહિબીશનના કેસમાં કોંગ્રેસના કાર્યકર ચાંદની પિયુષ લિંબાસીયાના ઘરે દરોડા પાડવા મહિલા પોલીસ સહિત ટીમ પહોંચી હતી. જેમાં બંન્ને મર્દાની મહિલાએ પાઈપની મદદથી આરોપી સુધી પહોંચીને અદભુત કામ કર્યું હતું. બંન્નેની આ કામગીરી બદલ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તેમનું સન્માન કીરીને રૂપિયા 15 હજારનું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે.
બંન્ને કોન્સ્ટેબલને રૂપિયા 15 હજારનું ઇનામ જાહેર કર્યું
આરોપીને પકડવા માટે મહિલા કોન્સ્ટેબલે કરેલી આગવી કાર્યવાહીની નોંધ ખુદ પોલીસ કમિશ્નરે પણ લીધી હતી. બંન્ને કોન્સ્ટેબલને રૂપિયા 15 હજારનું ઇનામ જાહેર કરી તેઓની કામગીરીની સરાહના પણ કરી છે. બીજી બાજુ બંન્ને બાહદુર મહિલા કોન્સ્ટેબલની કામગીરીની ચર્ચા સમગ્ર પોલીસ બેડામાં થઇ રહી છે.
દરોડા દરમિયાન પોલીસને એક હાઇફાઇ દારૂનો બાર મળ્યો
બે મહિલા કોન્સ્ટેબલ ગાયત્રીબા અને નેહલબેને હિંમત દાખવી મકાનના પાઇપની મદદથી છત સુધી પહોંચી હતી અને ઘરની અંદર જઇને દરવાજો ખોલ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને એક હાઇફાઇ દારૂનો બાર મળી આવ્યો હતો. આથી પોલીસે પ્રોહિબીશન અને વાયરલ વીડિયોના ગુના અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. સમગ્ર મામલેે આરોપીની અટકાયત કરવા માટે ક્રાઇમ બ્રાંચની ચાંદની લિંબાસીયાના ઘરે પહોંચી હતી. આ કારણે જ ક્રાઇમ બ્રાંચની ટીમ સમયસર આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.