ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 13 વર્ષીય સગીરાને છત પર રમવા માટે બોલાવીને સગીરોએ દુષ્કર્મ આચર્યુ - રાજકોટમાં બળાત્કાર

રાજકોટના કાલાવડ વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને તેણીના જ એપાર્ટમેન્ટમાં રહેતા બે સગીરોએ છત પર રમવા માટે બોલાવીને દુષ્કર્મ આચર્યું હતુ. સગીરાએ આ અંગે પોતાની માતાને જાણ કરતા મામલો પોલીસમથકે પહોંચ્યો હતો. રાજકોટ મહિલા પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં 13 વર્ષીય સગીરાને છત પર રમવા માટે બોલાવીને સગીરોએ દુષ્કર્મ આચર્યુ
રાજકોટમાં 13 વર્ષીય સગીરાને છત પર રમવા માટે બોલાવીને સગીરોએ દુષ્કર્મ આચર્યુ

By

Published : Mar 14, 2021, 12:08 PM IST

Updated : Mar 14, 2021, 6:16 PM IST

  • 13 વર્ષીય સગીરા પર 12 વર્ષના 2 સગીરોનું સામૂહિક દુષ્કર્મ
  • એપાર્ટમેન્ટની છત પર રમવા માટે બોલાવીને આચર્યું દુષ્કર્મ
  • સગીરાએ સમગ્ર ઘટના માતાને કહેતા મામલો પોલીસમથકે પહોંચ્યો



રાજકોટઃ શહેરના કાલાવાડ વિસ્તારના 12 વર્ષના બે તરુણોએ પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી 13 વર્ષની તરુણી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું છે. આ મામલે રાજકોટ મહિલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. બન્ને તરુણોએ 13 વર્ષીય તરૂણીને એપાર્ટમેન્ટની છત પર રમવા માટે બોલાવી હતી અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જોકે, માત્ર 12 વર્ષની ઉંમર ધરાવતા તરુણો દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવતા સમગ્ર શહેરમા ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો:સુરતમાં 15 વર્ષીય સગીરા ગર્ભવતિ બની, પોલીસે દુષ્કર્મ અંગેનો સવાલ પૂછતા 4 બોયફ્રેન્ડનાં નામ આપ્યા


માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા 12 વર્ષના બે તરુણોએ તેમના એપાર્ટમેન્ટમાં જ રહેતી 13 વર્ષીય તરુણીને રમવા માટે એપાર્ટમેન્ટની છત પર બોલાવી હતી. જ્યાં રમવાને બહાને તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ તરુણી છત પરથી ભાગીને પોતાના ઘરે જતી રહી હતી અને આ સમગ્ર મામલે પોતાની માતાને જાણ કરી હતી. તરુણીના પરિવાર દ્વારા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા રાજકોટ મહિલા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Last Updated : Mar 14, 2021, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details