અપમૃત્યુના બનાવોમાં ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં આવેલા અમૃત એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં મજૂરી કામ કરતા બાબુભાઇ ગોવિંદભાઈ શાકરિયા ઉ.વ. 55 (રહે. ગુંદાળા)એ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સીટી પોલીસના જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલાએ તપાસ હાથ ધરી હતી. મૃતક બાબુભાઇ ઘણા સમયથી યાર્ડની દુકાનમાં જ રહેતા હતા. ત્રણ ચાર દિવસે એક વાર ઘરે જતા હતા, તેમને સંતાનમાં બે પુત્રો છે. તેમજ ઘટનાસ્થળ પર ઝેરી દવાની બોટલ પણ મળી આવી હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બે બનાવ - suicide news in gondal
રાજકોટઃ ગોંડલમાં બે વ્યક્તિઓએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યાના બે બનાવ બન્યા હતા. માર્કેટીંગ યાર્ડની દુકાનમાં શ્રમિકે જ્યારે વૃંદાવન નગરમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
![રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બે બનાવ two person committed suicide in gondal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5516234-thumbnail-3x2-rajkot.jpg)
two person committed suicide in gondal
રાજકોટના ગોંડલમાં અપમૃત્યુના બે બનાવ
જ્યારે બીજા બનાવમાં ગોંડલ નેશનલ હાઇવે તાલુકા પોલીસ મથક પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાવનાબેન ચેતનગીરી ગોસાઈ (ઉ.વ. 29) પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી પોલીસના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ચુડાસમાએ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિણીતાએ માનસિક બિમારીથી કંટાળી આપઘાત કર્યાનું ખુલ્યું હતું. પરિણીતાને કોઈ સંતાન ન હોય બાળક દત્તક લીધું હતું. પરિણીતાના પતિ ચેતનગીરી GEBના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.