ગુજરાત

gujarat

ETV Bharat / city

રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજીત, ત્રણ દિવસમાં બે હત્યા - રાજકોટ ન્યૂઝ

રંગીલુ રાજકોટ ફરી એક વખત રક્તરંજિત બની ચૂક્યું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે.

Rajkot
Rajkot

By

Published : Mar 8, 2021, 1:15 PM IST

Updated : Mar 8, 2021, 1:26 PM IST

  • રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજીત રાજકોટ
  • રાજકોટમાં ત્રણ દિવસમાં બે હત્યાના બનાવ આવ્યા સામે
  • સમગ્ર ઘટના અંગે પોલીસે તજવીજ હાથ ધરી

રાજકોટ: ચૂંટણી પૂર્ણ થતાં જ રાજકોટમાં જાણે કે હત્યાનો સિલસિલો શરૂ થયો હોય તે પ્રકારે એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે શહેરમાં માત્ર ત્રણ દિવસના સમયગાળામાં બે હત્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે હત્યાના બન્ને બનાવમાં હત્યા કરવાની પદ્ધતિ એકસરખી જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં બે દિવસ પૂર્વે સિવિલ હોસ્પિટલ ચોક પાસે વીંછિયાના વ્યક્તિની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા મેંગો માર્કેટ પાસે પોરબંદરના યુવકની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.

રંગીલુ રાજકોટ બન્યું રક્તરંજીત રાજકોટ, ત્રણ દિવસમાં બે હત્યા

આ પણ વાંચો:રાજકોટમાં ખૂની ખેલઃ બે શખ્સોએ પ્રૌઢની કરી હતી હત્યા

હત્યાના બન્ને બનાવમાં હત્યા કરવાની પદ્ધતિ એકસરખી જોવા મળી રહી છે

રાજકોટમાં જે હત્યાની ઘટનાઓ બની તેમાં પોલીસ તપાસમાં મૃતક યુવાન મૂળ પોરબંદરનો વતની હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતકનું નામ મુકેશ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે મુકેશની હત્યા કોણે કરી, તેમજ શા માટે કરી તે બાબતે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ સૂત્રોનું માનીએ તો, મૃતક ભૂતકાળમાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો:રાજકોટમાં માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી આધેડની હત્યા, પોલીસે શરૂ કરી તપાસ

Last Updated : Mar 8, 2021, 1:26 PM IST

ABOUT THE AUTHOR

...view details