રાજકોટમાં હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાના બે ઘટકનું હડમતાળાની ફેક્ટરીમાં થઈ રહ્યું છે ઉત્પાદન
કોરોના વાઈરસનું મુળ શોધવા સમગ્ર વિશ્વ મથે છે ત્યારે હાલ ભારતમાં બનતી હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાનો ઉપયોગ કોરોના દર્દી માટે આશાનું કિરણ બન્યું છે. સમગ્ર વિશ્વમાંં આ દવાની માગ વધી રહી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પણ વધુમાં વધુ ઉત્પાદન થાય તેવા પ્રયાસો કરવા સૂચન કરાયું છે. જે અંતર્ગત ગોંડલ તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.માં આવેલા અલ્કેશભાઇ ગોસલીયાની પારમેક્સ ફાર્મા લિમિટેડ કંપનીમાં હાઇડ્રોક્સીક્લોરોકવીન ટેબલેટ બનાવવાના ઉપયોગમાં આવતાં નોવેલડાયામાઇન તેમજ અન્ય એક ઘટક બનાવવામાં આવી રહ્યા છે.
હાઇડ્રોક્સીક્લોરોકવીન દવાના બે ઘટકનું હડમતાળાની ફેક્ટરીમાં થઈ રહ્યુ છે ઉત્પાદન
રાજકોટઃ ગોંડલ તાલુકાના હડમતાળા જી.આઈ.ડી.સી.માં આવેલા રાજકોટ રહેવાસી અલ્કેશભાઇ ગોસલીયાની પારમેક્સ ફાર્મા લિમિટેડ કંપનીમાં હાઇડ્રોક્સીક્લોરોકવીન ટેબલેટ બનાવવાના ઉપયોગમાં આવતાં નોવેલડાયામાઇન તેમજ અન્ય એક ઘટક બનાવવામાં આવી રહ્યું છે. જે કેડીલા (ZYDUS) કંપનીને પહોંચાડવામાં આવશે એક મહિનામાં ઓછામાં ઓછો આશરે સાતથી આઠ ટન મટીરીયલ તૈયાર કરી પહોંચાડવાનો ઓર્ડર મળી ચૂક્યો છે.