- રાજકોટમાં બે મહિલાઓએ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી
- બંને કોરોના પોઝિટિવ મહિલાઓએ સરકારી હોસ્પિટલમાં જવા કરી અપીલ
- સરકારી હોસ્પિટલમાં થતી સારવારને લઈને બંને મહિલામાં સંતોષ જોવા મળ્યો
રાજકોટ: બે વયસ્ક મહિલાઓએ સરકારી સારવાર મેળવી કોરોનાને હરાવ્યો - હોસ્પિટલ
શ્રીમંતોને કોરોના થાય તો તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલની પસંદગી કરતા હોય છે. પરંતુ રાજકોટમાં બે કોરોના પોઝિટિવ મહિલાઓએ ખાનગી હોસ્પિટલની જગ્યાએ સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું હતું. તેમનો આ નિર્ણય રંગ લાવ્યો અને બંનેએ કોરોનાને હરાવી દીધો હતો. રાજકોટમાં દિવાળીના તહેવાર પછી કોરોનાનો ભોગ બનેલી રાજકોટની બે વયસ્ક મહિલાઓએ સરકારી સારવાર મેળવીને કોરોનાને હરાવ્યો છે. તેઓએ આનંદિત થઈને જણાવ્યું કે, "ઘટે તો કોરોના ઘટે, બીજું તો કંઈ ના ઘટે...." હાલ આ મહિલાઓને કોવિડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
રાજકોટઃ દિવાળી બાદ 24 નવેમ્બરે રક્ષા દેસાઈ નામના 66 વર્ષના મહિલાને કોરોનાના લક્ષણો દેખાયા, પરંતુ ખાનગી દવાખાનામાં સારવાર લેવાને બદલે તેમણે સરકારી દવાખાનામાં જ સારવાર લેવાનો આગ્રહ રાખ્યો, જેના પરિણામ સ્વરૂપ માત્ર સાત જ દિવસમાં તેઓ સંપૂર્ણ કોરોનામુક્ત થયા છે અને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફર્યા છે. આ અંગે તેમનો અભિપ્રાય આપતા રક્ષાબેને જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં નિયત સમયે અમને ડોક્ટરો તપાસવા આવતા હતા. સમયે સમયે દવા મળતી હતી. નાસ્તો, લીંબુ પાણી, મોસંબી, કેળા, હળદરવાળું દૂધ, આ તમામ વસ્તુઓ અમને ચોક્કસ સમયે પૂરી પાડવામાં આવતી હતી અને કોરોના વોર્ડની સફાઈ ખૂબ સારી રીતે કરવામાં આવતી હતી.