ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયા બાદ રાજકોટ મનપામાં અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે અચાનક કોમ્પ્યુટરનું સર્વર બંધ થયુ હતુ. જેથી વિવિધ કામગીરી અટકી પડી હતી. જેના કારણે મનપા કચેરીએ આવેલ અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા.
લ્યો બોલો... ઉંદરોએ વાયર કાંપી નાખતા મનપાનું સર્વર ઠપ્પ - gujaratinews
રાજકોટઃ રાજ્યમાં મતદાન પુર્ણ થયુ છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકામાં મોટી સંખ્યામાં અરજદારો અલગ-અલગ ડોક્યુમેન્ટ માટે ઉમટ્યા હતા. પરંતુ ઉંદરોએ કોમ્પ્યુટર સર્વરના કેબલ કાંપી નાખતા મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓના કોમ્પ્યુટર પરના કામો અટકી પડ્યા હતા. જેનાથી અરજદારો આકરી ગરમીમાં પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
મનપાનું સર્વર ઠપ્પ
સર્વર ઠપ્પ થવાના કારણે સિવિક સેન્ટર વેરો, જન્મ-મૃત્યુ નોંધના દાખલા સહિતના કામો અટકી પડ્યા હતા. કોમ્પ્યુટર વિભાગમાં તપાસ કરતા સામે આવ્યું કે, સર્વરના વાયર ઉંદરોએ કટ કરી નાખ્યા છે. જેને તાત્કાલિક ધોરણે યોગ્ય કરવાની કામગીરી કરવામાં આવી હતી. 2 કલાક બાદ સર્વર ફરી શરૂ થયું હતું.