જસદણ: રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અમદાવાદ અને સુરત બાદ હવે રાજકોટમાં પણ કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે દુધ અને મધનું મિશ્રણ ધરાવતા શક્તિવર્ધક બિસ્કિટનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઈચ્છા મુજબની માત્રામાં કાયમી ધોરણે મળી રહે તે માટે નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
જસદણ: નિ:સ્વાર્થ સેવા સમિતિ મહિલા પાંખ દ્વારા કોરોનાના દર્દીઓને શક્તિવર્ધક બિસ્કિટનું વિતરણ કરાયું - રાજકોટ કોરોના વોરિયર્સ
જસદણની નિઃસ્વાર્થ સેવા સમિતિ મહિલા પાંખ દ્વારા કોરોનાના દર્દીઓમાં શક્તિ વર્ધક બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
jasdan commitee
જસદણની સરકારી હોસ્પિટલના અધિક્ષક ડૉ.આર.એમ.મૈત્રી, ડૉ.તાવિયા તેમજ જસદણ આરોગ્ય વિભાગના તાલુકા સુપરવાઈઝર જીતુભાઈ પટેલના હસ્તે દર્દીઓને બિસ્કિટ આપવામાં આવ્યા છે. આ તકે નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણના હર્ષાબેન ચાવડા, અલ્કાબેન ઉપાધ્યાય, મંજુલાબેન મકવાણા, ડિમ્પલબેન સંઘવી, હિમાંશીબેન ઝાપડીયા સહિતની મહિલાઓએ હાજરી આપી હતી.