- જામનગરમાં કોરોનાનો કહેર
- અન્ય 3 સ્મશાન ગૃહો કાર્યરત
- એક જ દિવસમાં 50થી વધુના મોત
જામનગર: જામનગર શહેરમાં સતત વધતા જતા કોરોના કેસને પગલે તંત્ર દ્વારા વધુ 3 સ્મશાન ગૃહો શરૂ કરવામાં આવ્યા છે. આદર્શ સ્મશાન ગૃહ, ગાંધીનગર સ્મશાન ગૃહ તેમજ નાઘેડી સ્મશાન ગૃહ. આ ત્રણેય સ્મશાન ગૃહોમાં અંતિમવિધિઓ માટે પૂરતી સુવિધાઓ રાખવામાં આવી છે.
કોવિડથી મૃત્યુ પામેલા દર્દીઓનો મૃતદેહ ગામડે પણ લઇ જઇ શકાશે
પહેલા કોવિડ હોસ્પિટલમાં અવસાન પામેલા દર્દીઓનો મૃતદેહ તેના વતન સુધી લઇ જવામાં આવતો ન હતો, તેના બદલે શહેરમાં આવેલા સ્મશાન ગૃહમાં જ અતિમ સંસ્કાર કરવા પડતા હતા પરંતુ હવે કોવિડથી અવસાન પામેલા દર્દીનો મૃતદેહ જે તે સ્વજન પોતાના ગામડે લઈ જઈ અને ત્યાંના સ્થાનિક સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર કરાવી શકે છે.