- રાજકોટમાં એક માસમાં ત્રણ સગા ભાઈઓનો કોરોનાએ ભોગ લીધો
- એક જ પરિવારના ત્રણ ભાઈઓના જીવ કોરોનાના કારણે ગયા હોય તેવી બીજી ઘટનાૉ
- પરિવાર શોકમાં ગરકાવ થયો
રાજકોટઃ કોરોનાની બીજી લહેર દેશ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ છે, ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના કારણે અનેક લોકોના પરિવાર વીંખાઈ ગયા છે. એવામાં રાજકોટમાં કોરોનાના કારણે ત્રણ સગાભાઇઓના એક જ મહિનામાં મોત થયા છે. જેને લઇને તેમના પરિવારમાં જાણે દુઃખનો આભ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જ્યારે આ અગાઉ પણ રાજકોટમાં 20 દિવસમાં જ પન્નાલાલ ફ્રૂટ્સવાળા પેઢી અને જસાણી પરિવારના ત્રણ જેટલા ભાઈઓના માત્ર 20 દિવસમાં કોરોનાના કારણે મોત થયા હતા, ત્યારે રાજકોટમાં આ બીજી ઘટના છે. જેમાં એક જ પરિવારના ત્રણ ભાઈઓના જીવ કોરોનાના કારણે ગયા છે.
એક જ માસમાં પરિવારના ત્રણ-ત્રણ મોભીઓના મોત
રાજકોટના એસ્ટ્રોન રોડ આવેલા કુંદનાની પરિવા૨ના જાણીતા '૨મેશ જન૨લ સ્ટો૨' ગ્રુપના માલિક એવા અર્જુનભાઇ કુંદનાની, ૨મેશભાઇ કુંદનાની અને કૈલાસભાઇ કુંદનાની આ ત્રણેય સગા ભાઈઓનો માત્ર એક માસમાં જ કોરોનાએ ભોગ લીધો છે. પ્રથમ ૨મેશભાઇ કુંદના કોરોના કારણે સિવિલ હોસ્પિટલમાં સા૨વા૨ હેઠળ હતા. જેમનું 8 એપ્રિલ 2021ના રોજ તેમનું મૃત્યુ થયું છે. ત્રણ દિવસ પછી રાજકોટ સિવિલમાં જ સારવાર હેઠળ રહેલા તેમના ભાઈ અર્જુનભાઇ કુંદનાનીનું 11 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. જે બાદ ત્રીજા ભાઈ કૈલાસભાઇ કુંદનાનીનું 13 મેના રોજ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.