રાજકોટઃ હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. એવામાં આજે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના ડોક્ટર સહિતના જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં જો કોરોનાના કેસ વધુ પ્રમાણમાં આવે તો શી વ્યવસ્થા દર્દીઓ માટે કરી શકાય, આ સાથે જ મેડીસીન અને બેડની વ્યવસ્થા શું છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અલગ અલગ જગ્યાએ સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા અને મુખ્યત્વે ઓક્સિજન કેટલા પ્રમાણમાં છે એ તમામ મુદ્દાઓને લઇનેે બેઠક યોજવામાં આવી હતી અને ચર્ચા ( Rajkot Corona Update 2022) કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ
સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિવિધ અધિકારીઓ સાથેે બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજકોટ IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી હાજર રહ્યા હતાં. તેમણેે આ અંગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી (Third wave Of Corona in Saurashtra) છે. આ અંગે અમને અઠવાડિયા અગાઉ ખબર પડી ચુકી હતી અને આ ત્રીજી લહેર આવે તો શું શું વ્યવસ્થાઓ ગોઠવી શકીએ તે અંગે અમે સૂચન કર્યું હતું. જેને લઈને આ અંગે અમારી આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક ( Rajkot Corona Update 2022) યોજાઇ હતી.
ગામડાંઓના દર્દી અને શહેરના દર્દીને અલગ સારવાર
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠક અંગે ડો. કમાણીએ વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટરે ખૂબ જ નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું છે. જેમાં ટેસ્ટિંગ કેમ વધારવા, જ્યારે કોઈ દર્દી દાખલ થાય તો તેને કેટલી સારી ટ્રીટમેન્ટ મળી શકે, આ સાથે જ ગામડાંઓના દર્દીઓ અને શહેરના દર્દીઓને અલગ અલગ ટ્રીટમેન્ટ આપી શકાય, તેમજ આ દર્દીઓને મેડીસીન અને તેમના માટે IMAના ડૉક્ટરો પણ મળી રહે, તેમજ ઓક્સિજનના તમામ પ્લાન્ટ હાલમાં કઈ પરિસ્થિતિમાં છે એ તમામ મુદ્દાઓ (Third wave Of Corona in Saurashtra) અંગે આજે વિશેષ ચર્ચાઓ ( Rajkot Corona Update 2022) થઈ હતી.