- રાજકોટની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત સર્જાઈ
- શહેરમાં દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ
- કોરોનાના દર્દીઓને બેડ માટે પણ વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો
રાજકોટ: શહેરમાં એક તરફ દરરોજ 500થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં બેડની તીવ્ર અછત જોવા મળી રહી છે.
ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે એકથી બે દિવસનું વેઇટિંગ
રાજકોટમાં કોરોનાના દર્દીઓને બેડ માટે પણ વેઇટિંગમાં રહેવાનો વારો આવ્યો છે. દરરોજ સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે એકથી બે દિવસનું વેઇટિંગ જોવા મળે છે. કોરોનાના પોઝિટિવ કેસ વધવાની સાથે લોકોમાં પણ સત્તત ડરનો માહોલ ઉભો થયો છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓના મોતની સંખ્યા પણ વધી છે.
સિવિલ અને ખાનગી મળીને કુલ 3791 બેડ આ પણ વાંચો :રાજકોટના પરાપીપળીયા ખાતે 60 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે
સિવિલ અને ખાનગી મળીને કુલ 3,791 બેડ
રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ બન્નેમાં મળીને કુલ બેડની સંખ્યા 3,791 છે. જેમાંથી હાલ માત્ર 123 બેડ જ ખાલી છે. જ્યારે 3,668 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મુખ્યત્વે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 808 બેડ છે, જેમાં 6 ઓક્સિજન બેડ સાથેના 646 બેડ અને વેન્ટીલેટર સાથેના 162 બેડ છે. જેમાંથી હાલ સિવિલ હોસ્પિટલના 778 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જ્યારે માત્ર 30 બેડ જ ખાલી હોવાનું સામે આવ્યું છે. આમ દરરોજ નવા 500થી વધુ પોઝિટિવ કેસ આવવાની સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડની અછત ઉભી થઇ છે.
આ પણ વાંચો :રાજકોટ ચૌધરી ગ્રાઉન્ડ ખાતે 200બેડની કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે
સમગ્ર જિલ્લામાં માત્ર 123 બેડ જ ઉપલબ્દ્ધ
રાજકોટ શહેર સાથે અલગ અલગ તાલુકાઓમાં પણ કોવિડ હોસ્પિટલ અને કોવિડ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ગોંડલમાં 58 જ્યારે જસદણમાં 24 અને ધોરાજીમાં 90 બેડ છે. જે તમામ તાલુકાઓમાં બેડની સંખ્યાની જોરદાર અછત જોવા મળી રહી છે. આ માત્ર હોસ્પિટલમાં બેડની માહિતી છે. જ્યારે મોટાભાગના દર્દીઓ જેમને હોસ્પિટલમાં બેડ નથી મળ્યા તેવા દર્દીઓ ઓક્સિજનના બાટલા ઘરે રાખીને સારવાર લઈ રહ્યા છે.